- દારુ કૌંભાડમાં હવે ઈડીની થઈ એન્ટ્રી
- દિલ્હી સહીતના 30 ઠેંકાણાઓ પર દરોડા
દિલ્હીઃ- દેશભરમાં જીદા જૂીદા કૌંભાડ મામલે ઈડી જીણવટભરી તપાસ કરી રહી છે ત્યારે હવે દારુના કૌંભાડમાં ઈડીની એન્ટ્રી થી છે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજરોજ મંગળવારે દેશની રાજધાની દિલ્હી એનસીઆર સહીતના ઠેંકાણાઓ પર કૌભાંડના સંદર્ભમાં દરોડા પાડ્યા છે.
જાણકારી અનુસાર ઈડીએ દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં 20 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.દિલ્હીની આબકારી નીતિમાં કથિત કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. દિલ્હીની એક્સાઈઝ પોલિસી કેસમાં કુલ 30થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે
આ મામલે ઈડી હેડક્વાર્ટરના સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે મનીષ સિસોદિયાના ઘરે હાલમાં દરોડા પાડવામાં આવી રહ્યા નથીદિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં લખનૌ, હરિયાણાના ગુરુગ્રામ, ચંદીગઢ, મુંબઈ ઈડીના નિશાના પર જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંદર્ભમાં 19 ઓગસ્ટના રોજ સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા પછી ઈડીએ સીબીઆઈ પાસેથી સિસોદિયા કેસની ફાઈલ પણ પોતે હેન્ડલ કરી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ટૂંક સમયમાં આ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ શકે છે. સીબીઆઈ દ્વારા આ મામલામાં કુલ 15 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પ્રથમ સ્થાન પર છે.આમ આદમી પાર્ટીની સરકાર પર નવી એક્સાઈઝ પોલિસી દ્વારા કૌભાંડનો આરોપ લગાવી રહી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે દિલ્હીની આપ સરકારે દારૂ માફિયાઓના કરોડો રૂપિયા માફ કર્યા છે. જેના કારણે આવક ગુમાવવી પડી છે.જેને લઈને આ કાર્યવાહી કરવાની કવાયત શરુ જ છે.