- પીઓકેમાં ચીન બાદ હવે તુર્કીનું પણ રોકાણ
- રોકાણ પાછળ હોઈ શકે છે કોઈ મોટુ ષડયંત્ર
- ભારતને ઘેરવાના પ્રયાસ પણ હોઈ શકે
દિલ્લી: છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવા માટે અને ભારતને નીચું બતાવવા માટે પાકિસ્તાન અને તુર્કી સતત પ્રયાસ કરી રહ્યા છે. જાણકારોના મંતવ્ય અનુસાર ભારતને કાઉન્ટર કરવા માટે ચીન દ્વારા તો પીઓકેમાં રોકાણ કરવામાં આવી રહ્યુ છે અને પાકિસ્તાન સરકાર દ્વારા આ બાબતે સહકાર પણ કરવામાં આવી રહ્યો છે.
હવે આ મુદ્દામાં તુર્કી પણ કુદી રહ્યુ છે અને પીઓકેમાં એક ચાલ સાથે રોકાણ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટના અહેવાલ બાદ ખુલાસો થયો છે કે તુર્કી મોટા પ્રમાણમાં પીઓકેમાં રોકાણ કરી રહ્યું છે અને તેની પાછળ તેમનો કોઈ મોટો પ્લાન છે.
પીઓકેમાં ચીન અને તુર્કીનું રોકાણ એ ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે ભારત પહેલાથી જ પીઓકેને પોતાનો ભાગ માની રહ્યું છે અને આ સમયે દુનિયાના કોઈ પણ દેશની પીઓકે બાબતે દખલ અંદાજીનો ભારત વિરોધ કરી રહ્યુ છે.
તુર્કી અને પાકિસ્તાન દ્વારા ભારતને ઘેરવાના પ્રયાસ ખુબ જોરદાર રીતે થઈ રહ્યા છે. અને જો કે મહત્વની વાત એક છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી અને બોજકિર ગુરુવારે ઇસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદમાં સાથે જોવા મળ્યા હતા.
પરિષદમાં ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં વધુ મજબુતપણે લાવવું એ ‘પાકિસ્તાનની ફરજ’ છે. યુનાઈટેડ નેશન્સના અધ્યક્ષ ત્રણ દિવસના પાકિસ્તાની યાત્રા પર આ પ્રકારના નિવેદન સામે આવ્યા છે.