- ટાન્ઝાનિયામાં રહસ્યમય બિમારી જોવા મળી
- 15 લોકોએ આ બિમારીમાં જીવ ગુમાવ્યા
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં વિતેલા વર્ષ દરકોરોના વચ્ચે એક રહસ્યમય બિમારીએ ટાન્ઝાનિયા માં દસ્તક દીધી છે. આ અજાણી બિમારીની ચપેટમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 50થી વધારે લોકો આ બિમારીમાં પીડાઈ રહ્યા છે. આ રહસ્યમય બિમારીમાં દર્દીઓ લોહીની ઉલ્ટી થતી જોવા મળી છે અને ઇલ્ટી કર્યા બાદ દર્દી મોતને ભેટે છે.
જો કે આ દેશની સરકાર દ્રારા આ બિમારીનો ખુલાસો કરનારા ઓફીસરને હાકી કાઢવામાં આવ્યા છે.દેશ ટાન્ઝાનિયાના મેડિકલ ઓફિસર કિંસાદૂએ જણાવ્યું હતું કે, તેમની પાસે સંક્રમણની તપાસ કરવા માટે જે બ્લડ સેમ્પલ લાવવામાં આવ્યા હતા તેના આધાર તેઓ આ રહસ્મય બિમારી સુધી પહોંચ્યા હતા.
જો કે આ મામલે ટાન્ઝાનિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ પ્રકારના કોઈ પણ સંક્રમણનો સ્વીકાર કર્યો નથી. મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, લોકો વચ્ચે અનાવશ્યક ડર ઉત્પન્ન કરવા બદલ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ અજાણી બિમારીથી મોટાભાગે પુરુષો પીડિત છે. તેમને પેટ અને અલ્સરની તકલીફ થઈ છે તેઓને વ્યસનથી દૂર રહેવા જમાવાયું છે, આ રહસ્યમય બિમારીમાં તાવ, ઉલ્ટિ અને પેટમાં દુ:ખાવાની ફરીયાદ થી રહી છે, આ મામલે હવે સરકાર ટોચના ડોક્ટર અને કેમિસ્ટ દ્વારા ત્યાંના લોકોના લોહી અને પાણીની તપાસ કરશે,ઉલ્લેખનીય છે કે,સ્વાસ્થ્ય મંત્રીએ દેશના મેડિકલ કાઉન્સિલને સમગ્ર મામલાની તપાસ કરવાના આદેશ જારી કર્યા છે પરંતુ તેને રહસ્યમય બિમારીને તેઓએ નકારી છે.
સાહિન-