- કોરોના બાદ નવી કંપનીઓ ખોલવામાં યુપી બીજા સ્થાને
- આ નમમાલે મહારાષ્ટ્ર મોખરે
દિલ્હીઃ દેશભરમાં કોરોના મહામારીનો માર જોવા મળ્યો હતો. છેલ્લા 3 વર્ષની અંદર કોરોનાએ ઘણા બધા ઉદ્યાગો ઘંઘા પર અસર પહોંચાડી હતી જો કે કોરોના મહામારી બાદ પણ દેશ સારી અર્થ વ્યવસ્થા ઘરાવે છે. સાથે જ કોરોના મહામારી પછી પણ દેશમાં અનેક નવી કંપનીઓ ખુલી છે.ત્યારે હવે આ મામલે કોરોનાના પછી પણ નવા ઉદ્યોગો શરુ કરવામાં મહારાષ્ટ્ર મોખરે જોવા મળે છે.
ઉત્તર પ્રદેશના સતત વિકાસની સીધી અસર દિલ્હી પર પડી છે, જેના કારણે ત્યાં સક્રિય અને નવી કંપનીઓનું વર્ચસ્વ ઘટી રહ્યું છે. 2017થી દિલ્હીમાં માત્ર 20,000 કંપનીઓ જ ખુલી છે. ત્યારે સક્રિય કંપનીઓમાં દિલ્હીનો હિસ્સો 20 ટકા હતો જે હવે ઘટીને 15 ટકા થઈ ગયો છે.
આ બાબતના આંડકાઓ દર્શાવે છે કે દેશમાં કોરોના બાદ નવી કંપનીઓ ખોલવાના મામલે ઉત્તર પ્રદેશ બીજા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીં 30 હજાર કંપનીઓ શરુ કરાઈ છે જો કે ઉત્તરપ્રદેશને ટક્કર મહારાષ્ટ્રે આપી છે,આ મામલે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર છે.
ઉત્તર પ્રદેશે ઉદ્યોગો સ્થાપવામાં દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોને પાછળ છોડી દીધા છે. હવે આ રાજ્યમાં કુલ 1.08 લાખ સક્રિય કંપનીઓ છે. આ બાબતે યુપી દેશમાં ત્રીજા ક્રમે છે. સપ્ટેમ્બરના અંતે મહારાષ્ટ્રમાં કુલ ત્રણ લાખ સક્રિય કંપનીઓ હતી જ્યારે દિલ્હીમાં 2.2 લાખ કંપનીઓ હતી. કર્ણાટક 1.04 લાખ સાથે ચોથા અને તામિલનાડુ 99,038 કંપનીઓ સાથે પાંચમા ક્રમે છે.