Site icon Revoi.in

અમદાવાદ ઉદેપુરની ડેઈલી ફ્લાઈટ્સ બાદ હવે 15મી ડિસેમ્બરથી બેંગકોકની સીધી વિમાની સેવા

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. દેશના વિવિધ શહેરોમાં જવા માટે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરમાં અલાયન્સ એરની ઉદયપુરની ડેઇલી ફ્લાઇટ શરૂ કરાઈ છે. ઉદયપુરથી ફ્લાઇટ બપોરે 4.50 વાગ્યે રવાના થઈ 5.40 વાગ્યે અમદાવાદ આવશે. જ્યારે અમદાવાદથી સાંજે 6.05 કલાકે ટેકઓફ થઈ 6.55 કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે આંતરાષ્ટ્રીય સેક્ટરમાં આગામી થાઈ સ્માઇલની 15 ડિસેમ્બરથી બેંગકોકની સીધી ડેઇલી ફ્લાઇટ શરૂ થશે. આ સેક્ટર માટે હાલમાં અમદાવાદથી એકપણ સીધી ફ્લાઇટનો વિકલ્પ નથી. બેંગકોક ફરવા જનારાઓએ અમદાવાદથી વાયા મુંબઈ કે દિલ્હી થઈને જવું નહિ પડે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી બેંગકોકની સીધી ફ્લાઈટ આગામી તા. 15મી ડિસેમ્બરથી શરૂ કરાશે.આ ફ્લાઇટ અમદાવાદથી રાતે 11.55 કલાકે રવાના થશે અને બેંગકોકના સમય મુજબ સવારે સાત વાગ્યે પહોંચશે. રિટર્નમાં બેંગકોકથી આ ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ રાતે 8.30 કલાકે ટેકઓફ થઈ અમદાવાદ રાતે 11.55 વાગ્યે લેન્ડ થશે, જેમાં મુસાફરો પાસે સીટ સિલેક્શનનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ. એરલાઇન કંપની શરૂઆતમાં મુસાફરોને પ્રમોશનલ રિટર્ન ફેર 21,500માં આપશે. ખાસ કરીને આ ફ્લાઇટમાં ગુજરાતી મુસાફરો માટે વેજિટેરિયન તેમ જ જૈન ફૂડ પણ સામેલ છે. એરલાઇને અમદાવાદ-બેંગકોકની ફલાઇટ અગાઉ બંધ કરી હતી. કંપની આગામી સમયમાં અમદાવાદથી અન્ય નવા સેક્ટરની ફલાઇટ પણ શરૂ કરશે. આ ઉપરાંત અલાયન્સ એરની ઉદયપુરની ડેઇલી ફ્લાઇટ શરૂ કરાઈ છે. ઉદયપુરથી ફ્લાઇટ બપોરે 4.50 વાગ્યે રવાના થઈ 5.40 વાગ્યે અમદાવાદ આવશે. જ્યારે અમદાવાદથી સાંજે 6.05 કલાકે ટેકઓફ થઈ 6.55 કલાકે ઉદયપુર પહોંચશે.