દીપ સિદ્ધૂ, સિદ્ધૂ મૂસેવાલા બાદ હવે ભાનાસિંહ સિદ્ધૂ, કિસાન આંદોલનના ટેકામાં અવાજ ઉઠાનારા ચહેરાઓને ઓળખો
નવી દિલ્હી: એમએસપી એટલે કે ટેકાના ભાવ પર કાયદાની સાથે પોતાની અન્ય માંગોના સમર્થનમાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. આ ખેડૂતોના સમર્થનમાં પંજાબના મશહૂર યૂટયૂબર ભાનાસિંહ સિદ્ધૂ સામે આવ્યા છે. તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલા સિદ્ધૂએ ખેડૂતોના સમર્થનમાં દિલ્હી માર્ચનું એલાન કર્યું છે. ગત કિસાન આંદોલન દરમિયાન પંજાબના ગાયક, એક્ટર સહીત અન્ય કલાકારોએ ખેડૂતોને ટેકો આપ્યો હતો. કેટલાક કલાકારોએ ઈન્ટરનેટના માધ્યમથી એકતા દર્શાવી હતી. તો કેટલાક નવી દિલ્હીના બોર્ડર પર ભીડનો હિસ્સો બનવામાં સફળ રહ્યા હતા. અન્ય કેટલાક પ્રસિદ્ધ કલાકર જેવા કે ગુરુદાસ માન, હરભજન માન, દિલજીત દોસાંઝ, બબ્બૂ માન, ગિપ્પી ગ્રેવાલ, પરમીશ વર્મા અને એમ્મ વિર્ક જેવા લોકપ્રિય પંજાબી પોપસિંગર્સે પંજાબના ખેડૂતોને ટેકો આપ્યો હતો. આવા જ કેટલાક ચહેરાઓને ઓળખીએ.
ભાનાસિંહ સિદ્ધૂ-
ભાનાસિંહ સિદ્ધૂ પંજાબી યૂટ્યૂબર છે. તેની ઓળખ સોશયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર તરીકે છે. ઈન્સ્ટાગ્રામ પર ભાનાસિંહ સિદ્ધૂના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ભાનાસિંહ સિદ્ધૂનું પુરું નામ ભગવાનસિંહ છે. ભાનાસિંહનો જન્મ પંજાબના બરનાલા જિલ્લામાં થયો હતો. તેનું પ્રારંભિક શિક્ષણ સરકારી સ્કૂલ કતદૂનામાંથી થયું હતું. ભાના સિંહ સિદ્ધૂએ પટિયાલાની પંજાબી યૂનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ભાનાસિંહના પિતાનું નામ સરદાર બિક્કરસિંહ છે. ભાના સિંહ સિદ્ધૂ ખાસ મલાવી પંજાબી બોલે છે. તેના કારણે તે ગ્રામીણ યુવાઓ સાથે આસાનીથી કનેક્ટ કરે છે. સિદ્ધૂનીવિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં લગભગ 8 મામલા નોંધાયેલા છે.
સિદ્ધૂ મૂસેવાલા-
સિદ્ધૂ મૂસેવાલા ઉર્ફે શુભદીપસિંહ સિદ્ધૂએ ગત વખત આંદોલનમાં ખુલીને ખેડૂતોનું સમર્થન કર્યું હતું. મૂસેવાલા સોશયલ મીડિયાથઈ લઈને જમીની સ્તર પર આંદોલનનો ખુલીને ભાગ બન્યો હતો. તેણે પંજાબમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પર ઈંસ્ટાગ્રામ વીડિયોમાં કહ્યુ હતુ કે ખેડૂત પંજાબમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હું ખુદ એક ખેડૂત છું. મારા પિતા અને દાદા પણ ખેડૂત છે. હું ખેડૂતોના અદિકાર માટે હંમેશા તેમની સાથે ઉભો રહીશ. એટલું જ નહીં સિદ્ધૂ મૂસેવાલા ખેડૂતોના સમર્થનમાં ટિકરી બોર્ડર પણ પહોંચ્યા હતા. મૂસેવાલાએ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સુનાવણી કરવી જોઈએ. સિદ્ધૂ મૂસેવાલાની સભામાં યુવાઓની મોટી ભીડ એકઠી થતી હતી. મે-2022માં સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકૈતે મૂસાવાલાના ગામમાં જઈને તેના દ્વારા કિસાન આંદોલનને આપવામાં આવેલા સમર્થનની પ્રશંસા કરી હતી.
દીપ સિદ્ધૂ-
એક્ટરમાંથી એક્ટિવિસ્ટ બનેલા દીપ સિદ્ધૂએ ગત કિસાના આંદોલનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સિદ્ધૂનું નામ 26 જાન્યુઆરીએ દિલ્હીના લાલકિલ્લા પર થયેલી હિંસામાં મુખ્ય ષડયંત્રકારી તરીકે સામે આવ્યું હતું. દીપ સિદ્ધૂ પંજાબના મુક્તસર જિલ્લાનો વતની હતો. અભિનેતામાંથી નેતા બનેલો દીપ સિદ્ધૂ સની દેઓલનો ઘનિષ્ઠ સહયોગી હતો. તે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના સાંસદના ચૂંટણી પ્રચારમાં સક્રિયપણે સામેલ હતો. જો કે કિસાનોના વિરોધ પ્રદર્શનમાં તેની ભૂમિકા સામે આવી. તેના પછી સની દેઓલે ખુદને દીપ સિદ્ધૂથી અલગ કરી દીધા હતા. દીપ સિદ્ધૂ પર 2021માં પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડ દરમિયાન દેખાવકારોને ઉશ્કેરવા અને તેમને લાલકિલ્લા પર શીખ ધર્મના પ્રતીક નિશાન સાહિબ અને કિસાન ધ્વજ ફરકાવવા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. દેખાવકારો સાથેના ઘર્ષણ બાદ દિલ્હી પોલીસના ઘણાં કર્મચારીઓ ઘાયલ થયા હતા. દીપ સિદ્ધૂને ફેબ્રુઆરી, 2021માં એરેસ્ટ કરવામાં આવ્યો હતો. બાદમાં એપ્રિલમાં તેની જામીન થઈ હતી. 15 ફેબ્રુઆરી, 2022ના રોજ કેએમપી એક્સપ્રેસ વે પર એક સડક દુર્ઘટનામાં દીપ સિદ્ધૂનું મોત નીપજ્યું હતું.
દિલજીત દોસાંઝ-
પંજાબના બેહદ લોકપ્રિય કલાકર દિલજીત દોસાંઝ પણ ગત વખત ખેડૂતોના ટેકામાં ખુલીને સામે આવ્યો હતો. તેણે લગભગ ત્રણ માસ સુધી આંદોલનકારી ખેડૂતો સાથે એકતા દર્શાવી હતી. દિલજીત જાલંધરની પાસે દોસાંઝ કલાં ગામનો છે. તેણે એક ગાયક તરીકે પોતાની કારકિર્દી સ્થાનિક ગુરુદ્વારાઓમાં કીર્તન ગઈને શરૂ કરી. તે સમયે ખેડૂતોના ટેકામાં એક્ટ્રેસ કંગના રનૌતની સાથે જુબાની જંગ પણ થઈ હતી. દોસાંઝ 5 ડિસેમ્બરે દિલ્હી-હરિયાણા સીમા પર વિરોધ સ્થળ પર ગયા હતા. દિલજીતે તે સમયે કહ્યુ હતુ કે આપ તમામ ખેડૂતોને સલામ, તમે એક ઈતિહાસ રચ્યો છે. આ ઈતિહાસ આગામી પેઢીઓને સંભળાવવામાં આવશે. દિલજીતે કહ્યુ હતુ કે સોશયલ મીડિયા પર ચીજોને તોડીમરોડીની રજૂ કરાય રહી છે. પરંતુ સચ્ચાઈ એ છે કે કિસાન શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે, કોઈપણ અહીં ખૂનખરાબાની વાત કરી રહ્યું નથી.
લક્ખા સિધાના-
ગુનાની દુનિયા બાદ રાજનીતિ અને સમાજસેવા સાથે જોડાયેલા લક્ખા સિધાનાએ પણ ગત કિસાન આંદોલનમાં સમર્થન આપ્યું હતું. લક્ખા સિધાનાનું નામ લાલ કિલ્લા હિંસામાં પણ આવ્યું હતું. લક્ખા પહેલા ગુનાખોરીની દુનિયામાં મોટું નામ ધરાવતો હતો. લક્ખા સિધાના ઉર્ફે લખબીરસિંહ પંજાબના બઠિંડા જિલ્લાના સિધાના ગામનો વતની છે. એક સમયે પંજાબના સૌથી ખૂંખાર ગેંગસ્ટરોમાંથી એક લક્ખા સિધાના બે ડઝનથી વધુ મામલાઓમાં આરોપી છે. તેમાં બૂથ કેપ્ચરિંગ, હત્યાના પ્રયાસ, હત્યા, લૂંટ સિવાય આર્મ્સ એક્ટનું ઉલ્લંઘન પણ સામેલ છે. સિધાનાએ એક છાત્ર નેતા તરીકે અપરાધની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં નાના-મોટા ઝઘડામાં સામેલ રહ્યા, પરંતુ બાદમાં બૂથ કેપ્ચરિંગમાં સામેલ થઈ ગયા અને ફરીથી ગેંગસ્ટર બની ગયા. લક્ખા સિધાના શિરોમણિ અકાલી દલ નેતા સિકંદરસિંહ મલૂકા માટે કામ કરતા હતા. બાદમાં લક્ખા સિધાનાએ પંજાબ પીપલ્સ પાર્ટીનો છેડો પકડયો હતો. સિધાનાએ રામપુરા ક્ષેત્રમાંથી વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે તે ચૂંટણીમાં તેની જમાનત જપ્ત થઈ હતી. લક્ખા સિધાનાએ ડબલ માસ્ટર્સ કર્યો છે. લક્ખા કબડ્ડાનો ખેલાડી પણ રહી ચુક્યો છે. 25 જાન્યુઆરીએ સિધાના સિંધુ બોર્ડર પર કિસાન આંદોલનમાં ભાગ લેવા પહોંચ્યો હતો. તે સમયે સિધાનાએ સ્ટેજ પર ચઢીને યુવાઓને કહ્યુ હતુ કે જેવી યુવાઓ ચાહે છે, તેવી જ પરેડ થશે.