Site icon Revoi.in

દિલ્હી બાદ હવે હરિયાણામાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર નહી વસુલાય દંડ

Social Share

ચંદિગઢઃદેશભરમાં કોરોનાના કેસો ખઘટતા જોવા ણળી રહ્યા છે ત્યારે અનેક રાજ્યો સંપૂર્ણ રીતે પ્રતિબંધોમાંથી છૂટ આપતા થયા છે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં માસ્ક બાબતે છૂટ આપ્યા બાદ હવે હરિયાણામાં પર માસ્ક મામલે છૂટ આપવામાં આવી ચૂકી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જે પ્રમાણે  હરિયાણામાં હવે જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ દૂર કરવામાં આવી છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકોએ સાવચેતી તરીકે માસ્ક પહેરવું જોઈએ અને કોવિડ પ્રમાણે વર્તન કરવું જોઈએ.

આ અંગે હરિયાણા સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. સરકારે દંડની જોગવાઈ પાછી ખેંચી લેતી વખતે લોકોને ફેસ માસ્ક પહેરવા, હાથ સાફ રાખવા, વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અને શારીરિક અંતર જાળવવાની સલાહ આપી છે. 

આ સાથે જ અધિક મુખ્ય સચિવ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની તારીખ 27 મે, 2020 ના રોજ જાહેર કરાયેલા જાહેરનામા અને કાર્યસ્થળ પર દરેક વ્યક્તિ દ્વારા ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું, તે તાત્કાલિક અસરથી પાછું ખેંચવામાં આવ્યું છે.

આ બાબતે રાજ્ય સરકાર તરફથી આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જાહેરમાં અને કાર્યસ્થળ પર ફેસ માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ માસ્ક નહીં પહેરવાની પરવાનગી આપવામાં આવી છે. નોંધનીય છે કે ઘણા રાજ્યોમાં હજુ પણ માસ્ક ન પહેરવા બદલ ચલણની વ્યવસ્થા હતી. જો કે, ઘણા રાજ્યોની સરકારોએ હવે માસ્કની જરૂરિયાતને દૂર કરવાનું શરૂ કર્યું છે.