દિલ્હી બાદ હવે મુંબઈથી અયોધ્યાની સીધી ફ્લાઈટ થશે,ઈન્ડિગો એરલાઈન આ રીતે શરૂ કરશે આ સેવા
લખનઉ:ઉત્તર પ્રદેશના અયોધ્યાથી નવી દિલ્હી અને અમદાવાદની સીધી ફ્લાઈટ પછી ઈન્ડિગોએ હવે 15 જાન્યુઆરીથી અયોધ્યા અને મુંબઈ વચ્ચે સીધી કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થયા બાદ અને અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદની ફ્લાઈટ કનેક્ટિવિટીની જાહેરાત બાદ હવે ઈન્ડિગોએ મુંબઈ અને અયોધ્યા વચ્ચે સીધી કનેક્ટિવિટીની જાહેરાત કરી છે, જે 15 જાન્યુઆરી 2024 થી લાગુ થશે.
અયોધ્યાથી મુંબઈની સીધી ફ્લાઈટથી સામાન્ય નાગરિકોને ઘણી રાહત મળશે. ઈન્ડિગોએ અયોધ્યામાં ટૂંક સમયમાં શરૂ થનારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિલ્હીથી ઓપરેશનની જાહેરાત કરી હતી.6 જાન્યુઆરી, 2024થી દિલ્હીથી અયોધ્યા અને 11 જાન્યુઆરી, 2024થી અમદાવાદથી અયોધ્યા સુધી કોમર્શિયલ કામગીરી શરૂ થશે. ઈન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે દિલ્હી અને અમદાવાદ સિવાય અયોધ્યા અને મુંબઈ વચ્ચે સીધી કનેક્ટિવિટી પ્રવાસ, પર્યટન અને વેપારને નોંધપાત્ર રીતે વેગ આપશે.
ઉત્તર પ્રદેશના ઈટાવા ખાતે લાયન સફારી ખાતે બબ્બર સિંહ ‘બાહુબલી’નું મંગળવારે મોડી સાંજે લાંબી માંદગી બાદ મૃત્યુ થયું હતું. છેલ્લા 6 મહિનામાં સફારીમાં વન્ય પ્રાણીનું આ 16મું મોત છે. સફારીમાં એક પછી એક વન્ય પ્રાણીઓના મોતને લઈને સફારી મેનેજમેન્ટ સ્કેનર હેઠળ છે. પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટર વિનય કુમાર પટેલે જણાવ્યું હતું કે ગંભીર બીમારીથી પીડિત સિંહ ‘બાહુબલી’નું મંગળવારે સાંજે લગભગ 6.15 વાગ્યે મૃત્યુ થયું હતું.