વેરાવળની ખાનગી સ્કૂલમાં નાસ્તો કર્યા બાદ 50 બાળકોને ફુડપોઈઝનિંગ થતાં હોસ્પિટલ ખસેડાયાં
વેરાવળઃ શહેર નજીક આવેલી ખાનગી સ્કૂલના 50 જેટલા બાળકોને બપોરે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝનિંગ થતાં બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. ત્યારે આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. અને બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
વેરાવળ નજીક આવેલી ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતાં આ ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. તમામ બાળકોને વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સ્કૂલમાં બપોરનો નાસ્તો કર્યા બાદ બાળકોને ઝેરી અસર થઈ છે.
આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, વેરાવળ નજીક આવેલા શિશું મંદિર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો.1થી 5નાં વિદ્યાર્થીઓએ બપોરે નાસ્તો કર્યા પછી થોડા સમય બાદ અચાનક તેઓની તબીયત લથડી હતી. વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ 50થી વધુ બાળકો સારવાર હેઠળ છે. જ્યારે 5થી વધુ બાળકોને વધુ અસર થવા પામી છે. તમામ બાળકોને વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ફૂડ પોઈઝનિંગનને લીધે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા તમામ બાળકો 1થી 5 ધોરણના છે. સ્કૂલમાં બપોરનો નાસ્તો કર્યા બાદ તમામ બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. બનાવની જાણ થતાં રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા.
વેરાવળ શહેર નજીક આવેલી શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાળકોના વાલીઓએ આ મામલે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકોની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.