પપૈયાને ખાવુ તે શરીરમાં માટે અનેક રીતે ઉપયોગી છે, તેનાથી અનેક પ્રકારના શરીરને લાભ પણ થતા હોય છે પણ પપૈયુ ખાધા પછી જો ભૂલથી પણ આ વસ્તુઓને ખાધી અથવા જમી તો તકલીફ વધી શકે છે અને હેરાન પણ થઈ શકાય છે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે દહીંની તો ઘણી વખત લોકો સ્વસ્થ કે ફિટ રહેવા માટે આવી વસ્તુઓનું સેવન કરે છે, જે તેમને ફાયદો કરવાને બદલે નુકસાન પહોંચાડે છે. દહીં અને પપૈયાનું પણ એવું જ છે. આ બંનેનું મિશ્રણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. પપૈયા સાથે ન તો ખાવું જોઈએ અને ન તો પપૈયા ખાધા પછી અડધા કલાક સુધી તેનું સેવન કરવું જોઈએ. કહેવાય છે કે આ બંનેની અસર અલગ-અલગ હોય છે, તેથી તેમને એકસાથે ખાવું શરીર માટે સારું નથી.
પપૈયા સાથે લીંબુનું સેવન કરો છો તો હવેથી આ આદત છોડો. તમારી આ ભૂલ તમને એનિમિયાના દર્દી બનાવી શકે છે. નિષ્ણાતોના મતે, આવી સ્થિતિમાં એનિમિયા થઈ શકે છે, કારણ કે આ ખાદ્ય સંયોજન શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ખરાબ કરી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.