1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ બાદ જોર ઘટ્યું, વલસાડ, નવસારીમાં સામાન્ય ઝાપટાં
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ બાદ જોર ઘટ્યું, વલસાડ, નવસારીમાં સામાન્ય ઝાપટાં

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ બાદ જોર ઘટ્યું, વલસાડ, નવસારીમાં સામાન્ય ઝાપટાં

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું વાજતે -ગાજતે આગમન થઈ ગયું છે. નૃત્યનું ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં આગળ વધીને નવસારી પહોંચ્યુ છે. આજે બુધવારે વલસાડના પારડી, વાપી અને નવસારીના ખેરગામમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. અને બે દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેઠું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે. નવસારી, વલસાડ, ડાંગમાં સામાન્ય વરસાદ પડતા આજથી વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ છે. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યાના બીજા દિવસે જ નબળું થયાનું જણાવ્યુ છે. આ સાથે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે. આવતીકાલે ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગુરૂવારે અમદાવાદ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. વરસાદની સાથે ઠંડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લાઓમાં ઠન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code