ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પછી હવે વોટ્સએપ પર પણ મળશે અવતાર ફીચર,જાણો કેવી રીતે કામ કરશે
સોશિયલ મીડિયા એપ વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ વીડિયો કોલ દરમિયાન અન્ય યુઝર્સને તેમનો વર્ચ્યુઅલ અવતાર બતાવી શકશે. WhatsApp ટૂંક સમયમાં જ યુઝર્સ માટે આ ફીચર લાવી શકે છે. મેટાએ તેનો અવતાર સ્ટોર રજૂ કર્યા બાદ તાજેતરમાં જ WhatsAppએ આ પગલું ભર્યું છે.TechRadar અનુસાર, અવતાર ફીચર પહેલા Facebook મેસેન્જર અને પછી Instagram પર રોલઆઉટ કરવામાં આવ્યું હતું.
WABetaInfo અનુસાર, આ સુવિધા ટૂંક સમયમાં WhatsApp યુઝર્સને વિડીયો કૉલ દરમિયાન ‘અવતાર પર સ્વિચ’ કરવાની મંજૂરી આપશે. મેસેજિંગ પ્લેટફોર્મને ટૂંક સમયમાં અવતાર એડિટર નામનો વિભાગ મળશે, જેને કસ્ટમાઇઝ કરી શકાય છે અને ચેટ્સમાં ઉપયોગ કરી શકાય છે. નોંધનીય છે કે ઇન્સ્ટાગ્રામે હાલમાં જ આ ફીચર એડ કર્યું છે. આ ફીચર માત્ર વોટ્સએપ એન્ડ્રોઇડ પૂરતું જ સીમિત નહીં હોય, પરંતુ ભવિષ્યમાં તે iOS યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે.
અવતાર પર સ્વિચ કરતાની સાથે જ યુઝર્સને તમારી જગ્યાએ તમારો કાર્ટૂન જેવો અવતાર દેખાશે.એપલ આઈફોનમાં પણ આવી જ સુવિધા પહેલેથી ઉપલબ્ધ છે. આ વર્ચ્યુઅલ અવતાર તમારા અભિવ્યક્તિ અનુસાર કાર્ય કરે છે. રિપોર્ટ અનુસાર, આ ફીચર વોટ્સએપ પર એન્ડ્રોઇડ બીટા વર્ઝન માટે જોવામાં આવ્યું છે.
અગાઉ, WABetaInfo એ નવા એક્ઝિટ ફીચર વિશે માહિતી આપી હતી.આ ફીચરના આવવાથી યુઝર્સ દ્વારા ગ્રુપ છોડવાની માહિતી માત્ર ગ્રુપ એડમિનને જ આપવામાં આવશે. ટ્રેકર દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશૉટ દર્શાવે છે કે જ્યારે કોઈ યુઝર ગ્રુપ છોડે છે ત્યારે માત્ર ગ્રુપના એડમિનને જ તેની જાણ કરવામાં આવશે.