- રાજનાથ સિંહે પીએમ મોદીના કર્યા વખાણ
- કહ્યું ગાંધીજી બાદ પ્રજાને સમજી શકનાર પીએમ મોદી જ છે
દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે એક પુસ્તકના વિમોચનમાં હાજરી આપી હતી, આ પુસ્તક વરિષ્ઠ પત્રકાર અને હાલમાં રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી અજય સિંહ એ લખ્યું છે,પુસ્તકનું નામ છે. ‘ધ આર્કિટેક્ટ ઓફ ધ ન્યૂ બીજેપીઃ હાઉ નરેન્દ્ર મોદી ટ્રાન્સફોર્મ્ડ ધ પાર્ટી’
આ વિમોચન સમયે બોલતા રાજનાથ સિંહે વડાપ્રધાનના શાસન અને સંગઠનાત્મક ક્ષમતાઓની પ્રશંસા કરી હતી અને પીએમ મોદીને દેશની જનતાને સમજનારા નેતા ગણાવીને કહ્યું કે ગાંઘીજી બાદ જો દેશની પ્રજાને કોઈ સમજી શકે છે તો તે ક્ષમતા માત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં છે.જે લોકોના હ્દયને સમજે છે.રાજનાથ સિંહે કહ્યું કે તેમણે વિચારધારા સાથે સમાધાન કર્યા વિના તેમની નવીનતાની મદદથી ભાજપને “ચૂંટણી જીતવાનું મશીન” બનાવ્યું છે.
આ સાથે જ રાજનાથ સિંહે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, “ આ એક મોદીજી જ છે જેમણે જાતિ અને સમુદાયની સીમાઓ તોડી અને તમામ સંપ્રદાયોના લોકોએ ભાજપનો સ્વીકાર કર્યો છે. આથી વિશેષ તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સંગઠનાત્મક ક્ષમતા, સાર્વજનિક જોડાણ અને તેમની મુશ્કેલીઓની જમીન પરની સમજને કારણે આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે.સ્વતંત્ર ભારતમાં તમારો બીજો કોઈ નેતા નથી જેણે તેમને આપવામાં આવેલી તમામ જવાબદારીઓ નિભાવી હોય. તેમાં કોઈ શંકા નથી કે 2014 પછી બીજેપીએ જે પણ ગૌરવ પ્રાપ્ત કર્યું છે તે મોદીજીના કારણે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોસ્ટ પોપ્યુલર વર્લ્ડ લીડર્સ સર્વેમાં પણ પીએમ મોદી 75 ટકા રેન્કિંગ સાથે વિશ્વના અનેક નેતાઓને પાછળ પછાળીને મોખરે સ્થાન મેળવ્યું છે અને સૌના પ્રિય નેતા સાબિત થયા છે.પીએમ મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જતી જોવા મળે છે.