Site icon Revoi.in

ગોવા બાદ હવે ઉત્તરાખંડ સરકાર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા આઈવરમેક્ટિન દવાનો કરશે ઉપયોગ

Social Share

દિલ્હીઃ-દેશમાં કોરોનાના કહેરે ગંભીર સ્થિતિનું સર્જન કર્યું છે, ત્યારે દેશની સરકાર કોરોના સામે ટકી રહેવા બનતા તમામ પ્રયત્નો કરી રહી છે,ત્યારે રાજ્ય સરકાર પણ પોતાના રાજ્યમાં કોરોનાને અટકાવવા માટે અનેક રીતે જનતાની મદદ કરી રહી છે, આ સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણના નિવારણ માટે, ઉત્તરાખંડ સરકાર હવે રાજ્યના દરેક પરિવારને આઇવરમેક્ટિન દવા આપશે. તેનો આદેશ મુખ્ય સચિવ ઓમ પ્રકાશ દ્વારા જારી કરવામાં આવ્યો છે.

આ સમગ્ર બાબતે સરકારનું કહેવું છે કે 15 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ દવા ત્રણ દિવસ માટે આપી શકાય છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સાશિત પ્રદેશ ગોવામાં પણ વિતેલી કાલે આ દવાના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું

આ દવાનો ઉપયોગ રસીકરણની જેમ રાજ્યમાં સંક્રમણ નિવારણ માટે કરવામાં આવશે. મુખ્ય સચિવ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આ દવાની કીટ દરેક પરિવાર માટે તૈયાર કરવામાં આવશે અને દરેક પરિવારને સ્વ-સહાય જૂથો દ્વારા  દવાઓ પહોંચાડવામાં આવશે. આ માટે એનજીઓને કીટ દીઠ એક રૂપિયો આપવામાં આવશે. રાજ્ય કક્ષાની તકનીકી સલાહકાર સમિતિ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવામાં આવ્યું છે

આઇવરમેક્ટિન દવાને એક અભિયાન તરીકે વહેંચવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયતથી લઈને આંગણવાડી કાર્યકર, ગ્રામ વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અધિકારી અને અન્ય લોકોનો સહયોગ આ અભિયાનમાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ ગોવા સરકારે દરેક પરિવારને પાંચ દિવસ માટે આઇવરકોક્ટિન દવા આપવાનું નક્કી કર્યું છે. ગોવાના એક મંત્રીએ પણ ઇટલી, સ્પેન વગેરેમાં કરેલા અધ્યયનને ટ્વિટ કરીને અને જણાવ્યું હતું કે, આ દવા કોરોનામાં અસરકારક સાબિત થઈ છે. આઇવરમેક્ટીન એ પ્રાણીઓમાં રાઉન્ડ વોર્મ્સ જેવા પરોપજીવીઓને દૂર કરવા માટેની એક દવા છે.

જો કે જે રીતે રેમેડેસિવીરને જીવન બચાવવાની દવા માનવામાં આવતી નથી, તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આઇવરમેક્ટિનના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી છે. તેમ છતાં, રાજ્યો આ દવાના વ્યાપક ધોરણે ઉપયોગ કરવાની મંજૂરી આપી રહ્યા છે. કારણ કે આ દવાને લઈને અનેક સકારાતચ્મક સંશોધન સામે આવ્યા છે.