હરિયાણા, ઝારખંડ બાદ હવે ગુજરાતના આણંદ જીલ્લામાં પોલીસ કર્મીને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી
- રાચીંમા આજે સવારે મહિલા પોલીસને કચડી નાખવામાં આવી
- ત્યાર બાદ ગુજરાતના આણંદમાંથી આવી ઘટના સામે આવી
અમદાવાદ – છેલ્લા 24 કલાકમાં ત્રણ જૂદા જૂદા રાજ્યોમાંથી એક સમાન ઘટનાઓ બનતા સૌ કોઈ હચમચી ગયા છે,ત્રણેય ઘટનાઓ એવી છે કે જેમાં ફરજ દરમિયાન વાહન ચાલકે તેઓને અડફેટે લઈને કચડી નાખ્યા જેમાં ત્રણેય રાજ્યમાં એક એક પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યો છે
પ્રાપ્ત જાણકારી પ્રનાણે ગુજરાતના આણંદ જીલ્લાના બોરસદમાં એક પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે.આણંદના બોરસદમાં નાઈટ ડ્યુટી પોલીસ જવાન પર ટ્રક ચાલકે ટ્રક ચઢાવી દીધી હોવાની ઘટના બની છે. સૂત્રો પાસે મળતી વિગત અનુસાર ગતરાત્રે 1 વાગ્યે કિરણરાજ નામના પોલીસકર્મીએ જ્યારે નાઈટ ડ્યુટી દરમિયાન વાહનને રોકવાનો પ્રયત્નો કર્યા હતા. જો કે ટ્રક ડાઈવરે ટ્રક ઉભી નહીં રાખતા કિરણરાજે ઓવરટેક કરી ટ્રક ડ્રાઈવરને ટ્રક રોકવા માટે કહ્યું હતું પરંતુ ટ્રક ચાલકે કિરણરાજ પર ટ્રક ચઢાવી દીધી હતી.
આ ઘટનામાં કિરણરાજના પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.જો કે પોલીસે કાર કબજે કરી લીધી છે. સાથે જ આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ઝારખંડ અને હરિયાણામાં પણ એક પોલીસકર્મીની હત્યા કરવામાં આવી હતી.આ પહેલા ઝારખંડના રાંચીમાં બુધવારે સવારે 3 વાગે મહિલા પોલીસ એસઆઈ સંધ્યા જ્યારે પશુ તસ્કરી કરી રહેલા પીકઅપ વાનને રોકી રહી હતી તે દરમિયાન તેને કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.