Site icon Revoi.in

બનાસકાંઠામાં ભારે બફારા બાદ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી,

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ હવે ફરીવાર પધરામણી કરી છે. ચેલ્લા ઘણા દિવસથી ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં ધાનેરાના બોર્ડર વિસ્તાર બાપલા, વાછોલ, વક્તાપુરા ગ્રામીણ વિસ્તાર તેમજ પાલનપુર વડગામ અમીરગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.

બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસોના વિરામ બાદ ફરીવાર વરસાદની એન્ટ્રી થઈ છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી હતી. જેમાં ધાનેરા, બાપલા, વાંછોલ, વક્તાપૂર ગ્રામ્ય સહિત પાલનપુર વડગામ અમીરગઢ પંથકમાં વરસાદી ઝાપટા પાડ્યા હતા, હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતા લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા હતા.અચાનક વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો . ધીમી ધારે વરસાદ વરસતા શહેરના માર્ગો ફરીથી પાણી પાણી થઈ ગયા હતા જોકે લાંબા વિરામ બાદ બારસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જિલ્લા મુખ્ય મથક પાલનપુરમાં ભારે ઉકાળાટ બાદ વરસાદી ઝાપટું પડતા ગરમીથી લોકોને આંશિક રાહત પહોંચી છે. શહેરના માર્ગો વરસાદના કારણે પાણી પાણી થઈ ગયા હતા. જેમાં શહેરના મુખ્ય બજારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. દરમિયાન હવામાન ભાગે પણ વરસાદની આગાહી કરી છે. ઝાપટાંરૂપી વરસી રહેલા વરસાદને કારણે ખેતીપાકને ફાયદો થશે. એવું ખેડુતોનું માનવું છે.