- અનુપ સોની રિયલ લાઈફમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેટર બનશેટ
- ક્રાઈમ ઈન્વેસ્ટિગેટરનો કોષ કર્યો પુરો
દિલ્હીઃ- અનુપ સોની નામ સાંભળતા જ ક્રાઈમ પેટ્રોલ યોદ કરવું રહ્યું, ત્યારે હવે રિલ લાઈફ ક્રાઈમ રેટ્રોલમાં જોવા મળતા અનુપ સોની રિયલ લાઈફમાં આ દિશામાં આગળ વધતા જોવા મળ્યા છે,પ્રખ્યાત ક્રાઇમ આધારિત રિયાલિટી શો ક્રાઈમ પેટ્રોલના હોસ્ટિંગ માટે જાણીતા અનૂપ સોનીએ આંતરરાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી ક્રાઇમ સીન ઈન્વેસ્ટિગેશનમાં પોતાનો સર્ટિફિકેટનો અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો છે.
આ સમગ્ર બાબતને લઈને એક્ટરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ સર્ટિફિકેટનો ફોટો શેર કરીને માહિતી આપી હતી ત્યારે હવે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધી છે. અનૂપ સોનીએ પ્રમાણપત્ર શેર કરતા એક કેપ્શન પણ લખ્યું છે.
https://www.instagram.com/anupsoni3/?utm_source=ig_embed&ig_rid=e4ca6385-9265-45f1-af39-ac22ffcfa23f
અનૂપ સોનીએ લખ્યું છે કે ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશનમાં સર્ટિફિકેટ કોર્સ. તાજેતરમાં જ લોકડાઉન દરમિયાન, મેં મારા સમય અને ઉર્જાને કંઈક વધુ સર્જનાત્મક બનાવાનું નક્કી કર્યું છે. હા તે ખૂબ જ પડકારજનક હતું ‘કોઈપણ પ્રકારનાં અભ્યાસમાં પાછા જવું.’ તેમ છતાં, આ ચોક્કસપણે એક વિકલ્પ છે જેનો મને ગર્વ છે. આઈએફએસ ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર સાથે આઈએસએફ પંજીકૃત છે.
અભિનેતા અનૂપ સોનીએ આ ફોટો શેર કર્યા પછી, તેના મિત્રો અને ચાહકોએ કોમેન્ટ સેશનમાં તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું છે. અનેક લોકો તેમને હવે રીલ લાઈફમાંથી રિયલ લાઈફમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેટર તરીકે જોવા ઉત્સુક બન્યા છે.
ઉલ્લેખનીય છે કે નૂપ સોની લાંબા સમયથી આ ક્રાઇમ આધારિત શો સાથે જોડાયેલા જોવા છે. સીઆઈડીમાં તેમણે એસીપી અજાતશત્રુની ભૂમિકા ભજવી હતી, આ સાથે જ વર્ષ 2010 થી 2018 સુધી, તેમણે ક્રાઈમ પેટ્રોલના હોસ્ટ તરીકે પણ કામ કર્યું છે. તેમણે ફિલ્મ અને સિરીયલમાં પણ પોતાના અભિનયનો જાદૂ ચલાવ્યો છે.