1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલ બાદ મ્યુનિ.ની ઝૂંબેશ, વધુ 266 રખડતા ઢોરને પકડ્યા
અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલ બાદ મ્યુનિ.ની ઝૂંબેશ, વધુ 266 રખડતા ઢોરને પકડ્યા

અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલ બાદ મ્યુનિ.ની ઝૂંબેશ, વધુ 266 રખડતા ઢોરને પકડ્યા

0
Social Share

અમદાવાદઃ  શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલીસીનો 1લી સપ્ટેમ્બરથી અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સીએનડીસી વિભાગે મંગળવારે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 266 જેટલાં ઢોર પકડવામાં આવ્યા હતા. શહેરનાં પૂર્વ વિસ્તારના નિકોલમાં સીએનડીસી  ટીમ ઢોર પકડવા ગઈ ત્યારે જશા ભરવાડ નામના વ્યક્તિએ કામગીરી દરમિયાન જાહેર રોડ ઉપરથી ગાયને ભગાડી દીધી હતી. એએમસીના સીએનડીસી  વિભાગના દક્ષિણ ઝોન અને મધ્ય ઝોન દ્વારા સંયુક્ત રીતે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી હતી.

એએમસીના સીએનડીસી વિભાગના જણાવ્યા મુજબ શહેરના સરસપુરના અનિલસ્ટાર્ચ, ભીડભંજન, વિજયપાર્ક, નરોડા,કાપડીવાડ,થલતેજ,દોલતખાના, ખાડીયા, ઓઢવ, નિકોલ, ચાંદખેડા, સાબરમતી, સરખેજ, મલાવતળાવ, મકરબા, બળીયાદેવનો ટેકરો,રાણીપ, ભાર્ગવ રોડ, બેહરામપુરા, ગોવિંદવાડી, ઇસનપુર, ભાઇપુરા, અખબારનગર, સરદારનગર, મેઘાણીનગર, વિરાટનગર, ચૈનપુર, રાણીપ, ગાયત્રીનગર, ભાડજ, એસઆરપી કેમ્પ, મણીનગર, વસ્ત્રાપુર, રામાપીરનો ટેકરો, કોટનીરંગ, ઇશ્વરનગર, સરસપુર, હાથીજણ, ઘાટલોડીયા, અમરાઇવાડી, ખોખરા, હીરાવાડી, ઇદગાહ સર્કલ, ઉજાલા સર્કલ તથા મોટેરા સહિતના વિસ્તારોમાંથી ઢોર પકડાયા છે.

રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સીએનડીસી વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 266 જેટલા ઢોર પકડાયા છે, જેમાં સૌથી વધુ ઢોર પૂર્વ વિસ્તારમાં આવતા દક્ષિણ ઝોનનાં વિસ્તારમાં 103 જેટલાં ઢોર પકડવામાં આવ્યા છે. 6690 કિલો ઘાસચારો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, જાહેરમાં ઘાસચારો વેચવાની એકપણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જાહેર રોડ ઉપર ક્યાંય પણ રખડતા ઢોર મુકવામાં ન આવે, ટ્રાફિકમાં કોઈ અડચણ ન ઊભી થાય તેને લઈ પશુમાલિકોને સૂચના આપવામાં આવી છે. રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ન બનવા પણ પશુ માલિકોને સૂચના આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code