Site icon Revoi.in

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સમર્થકોનો હંગામો, ઈન્ટરનેટ સેવા પણ ઠપ્પ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારના રોજ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ તેમના સમર્થકો દ્રારા દેશભરમાં અનેક સ્થળોએ હંગામો મચાવામાં આવ્યો છે,અનેક જગ્યાઓએ તોડફોડ અને હુમલા જેવી ઘટનાઓ સામે આવી છએ સ્થિતિ એટલી વિફળૂ હતૂ કે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવાની ફરજ પડી હતી.

ઈમસરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોની બહાર ધરપકડ કરવામાં આવી હતી, જેના પરિણામે સમગ્ર પાકિસ્તાનમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો દ્વારા વિરોધ અને પ્રજદર્શન થઈ રહ્યા છે.પીટીઆઈના કાર્યકરોએ ઈસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર, કરાચી, ગુજરાંવાલા, ફૈસલાબાદ, મુલતાન, પેશાવર અને મર્દાન સહિત દેશભરના શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ સહીત કરાચીમાં, નર્સરી પાસે પ્રદર્શનકારીઓની પોલીસ સાથે અથડામણ થઈ. તેઓએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો અને સ્ટ્રીટ લાઇટો તોડી નાખી હતી. એવા અહેવાલો છે કે પોલીસે દેખાવકારો પર ટીયરગેસના શેલ છોડ્યા હતા અને ટોળાને ભગાવ્યા હતા. દરેક જગ્યાએ આગચંપી અને તોડફોડ શરૂ થઈ ગઈ. સમર્થકોએ સેનાની મહત્વપૂર્ણ ઇમારતો પર હુમલો કર્યો, આગ લગાડી અને લૂંટફાટ કરી. આ સાથે જ ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડને યોગ્ય ઠેરવી છે.

PTI સમર્થકો લાહોર, ફૈઝાબાદ, બન્નુ અને પેશાવરની શેરીઓમાં “ઈમરાન ખાનને મુક્ત કરો” અને “પાકિસ્તાન બંધ કરો” ના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. લાહોરના લોકો લિબર્ટીથી લાહોર કેન્ટ તરફ આગળ વધી રહ્યા છે,” પીટીઆઈના હેન્ડલ પર ટ્વિટ કર્યું.ટ્વિટર પર ઈમરાન ખાનના સમર્થકમાં ટ્વિટ કરવામાં આવતા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ હતી.