આઝાદી બાદ કેન્દ્રમાં રહેલી સરકારોએ માત્ર પોતાના રાજકીય પક્ષોના વિકાસને પ્રાથમિકતા આપીઃ નરેન્દ્ર મોદી
ચેન્નઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં રૂ. 1156 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, આઝાદી બાદ લાંબા સમય સુધી કેન્દ્રમાં જેમની પણ સરકાર રહી છે તેમની પ્રાથમિકતા પોતાના પક્ષના વિકાસની રહી છે. જ્યારે અમારી સરકારે દરિયાકાંઠાનો વિસ્તાર અને સરહદી વિસ્તારનો વિકાસ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમારી સરકારે હજ યાત્રીઓની સુવિધાઓને લઈને કામગીરી કરી છે. તેનો લાભ લક્ષદ્વીપને પણ મળ્યો છે. હજ યાત્રિકો માટે વિઝા નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. હજ સાથે જોડાયેલી મોટાભાગની કાર્યવાહી ડિજીટલ થઈ છે. સરકારે મહિલાઓને મહરમ વિના હજ જવાની છુટ આપી છે. આ પ્રયાસોને પગલે ઉમરાહ કરતા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. મોટી સંખ્યામાં મહિલાઓ ઉમરાહ કરવા રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, લક્ષદ્વીપ ભલે નાનું રહ્યું પરંતુ તેનું દિલ મોટુ છે. મને અહીં મળેલા પ્રતિસાદથી હું અભિભૂત છું. અમારી સરકારે 10 વર્ષમાં સરહદી વિસ્તારો અને દરિયાકાંઠા વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી છે. પીએમ મોદીએ લક્ષદ્વીપમાં ઈન્ટરનેટ કનેક્ટિવીટીને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે, 2020માં મે આપને ગેન્ટી આપી હતી કે, આગામી 1000 દિવસમાં ઝડપી ઈન્ટરનેટની સુવિધા મળતી થઈ જશે.
તેમણે વધુમાં કહ્યું કે, આજે કોચી-લક્ષદ્વીપ સબમરીન ઓપ્લિકલ ફાઈબરપ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે લક્ષદ્વીપમાં 100 ગણી ઝડપથી ઈન્ટરનેટ મળશે. ભારત વિશ્વ સમુદ્રી ખાદ્ય બજારમાં પોતાની ભાગીદારી વધારવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે અને તેનો લક્ષદ્વીપને ફાયદો થશે. આજે લક્ષદ્વીપમાંથી જાપાનમાં માછલીઓની નિકાસ કરવામાં આવે છે. લશ્રદ્વીપમાં સેવાળની સમુદ્રી ખેતીની સંભાવના તપાસમાં આવી રહી છે. અમારી સરકાર લક્ષદ્વીપના સતત વિકાસ માટે પ્રતિબદ્ધ છે.