- જાપાનની ઘરા ઘ્રુજી
- 6.1ની તીવ્રતાના આચંકાઓ અનુભવાયા
દિલ્હીઃ- ભારતમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે પંજાબના અમૃતસરમાં વિતેલી રાત્રે 3 વાગ્યે આસપાસ ભૂકંપના આચંકાો આવ્યા હતા ત્યારે આજે બપોરે જાપાનમાં ભૂકંમના જોરદાર આચંકાઓ આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થી રહી છે.
મળતી વધુ વિગત અનુસાર જાપાનમાંઆજરોજ સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા., આ ભૂકંપ ટોબાથી 84 કિમી દક્ષિણ-પૂર્વ દિશામાં આવ્યો હોવાનું કહેવાયું છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાન-માલને નુકસાન થયું હોય તેવા સમાચાર મળ્યા નથી.
આ સહીત રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જાપાનની રાજધાની ટોક્યોથી 84 કિમી દક્ષિણ પૂર્વમાં ટોબા હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ 360 કિમી ઊંડે નોંધાયપં હતું. હજુ હાલમાં સત્તાવાળાઓ દ્વારા સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.જો કે જાપાનમાં ભકંપના આચંકાઓ આવાની ઘટના અવાર નવાર બનતી હોય છે, ત્યારે સુનામી જેવી ઘટના ઓને લઈને પણ એલર્ટ આપવામાં આવે છે ,આ વખતે સુનામીનું જોખમ જોવા મળ્યું નથી.