Site icon Revoi.in

ભારતીય નૌસેનાએ ઈરાન બાદ પાકિસ્તાનના જહાજને પણ દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યું

Social Share

નવી દિલ્હીઃ અરબ સાગરમાં ભારતીય નૌસેનાની વીરતા ફરી એકવાર જોવા મળી છે. ભારતીય નેવીએ 24 કલાકમાં અરબ સાગરમાં બે જહાજોને દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યાં હતા. એટલું જ નહીં એક જહાજમાં 19 પાકિસ્તાની અને બીજા ઈરાની જહારમાં 17 ક્રુ મેમ્બર્સને બચાવ્યાં હતા. ભારતીય નેવીએ 28 અને 29 જાન્યુઆરીના રોજ અરબ સાગરમાં બે જહાજોને હાઈજેક થતા બચાવ્યાં હતા.

એક રિપોર્ટ અનુસાર યુદ્ધપોત આઈએનએસ સુમિત્રાએ રવિવારે પ્રથમ ઈરાની જહાજ એફબી ઈરાનનું અપહરણ થતા બચાવ્યું હતું. જે બાદ અરબ સાગરમાં સ્પેશિયલ ઓપરેશન ચલાવીને અલ નઈમી નામના જહાજને સોમિયાઓના લુંટારુઓથી બચાવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતના મરીન કમાન્ડોએ પણ જોડાયાં હતા. આઈએનએસ સમુત્રાએ બીજા સફળ એન્ટી પાઈરેસી ઓપરેશનને અંજામ આપ્યું હતું. આ ઓપરેશનમાં 19 ક્રુમેમ્બર અને જહાજને હથિયારોથી સજ્જ સોમાલીના દરિયાઈ લુંટારુઓથી બચાવ્યું હતું.

ભારતીય સુરક્ષા એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે, હિંદ મહાસાગર વિસ્તારમાં દરિયાઈ લૂંટની ઘટનાઓને અટકાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પહેલી વાર નથી કે સોમાલીયાના દરિયાઈ લુંટારુઓએ નિશાન બનાવેલા જહાજને ભારતીય સુરક્ષા જવાનોએ બચાવ્યું છે. ગત 5મી જાન્યુઆઈના રોજ આઈએનએસ ચેન્નઈએ સોમાલિયાના તટથી એક જહાજના સભ્યોને સફળતાપૂર્વક મુક્ત કરાવ્યાં હતા. જેમાં 15 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ અભિયાનને મરીન કમાન્ડોએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

અરબ સાગરમાં દરિયાઈ ચાંચિયાઓની દખળગીરી વધતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ સાબદી બની છે અને દરિયામાં થતી તમામ ગતિવિધી ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં ઉત્તર અને મધ્ય અરબ સાગરમાં માછલી પકડતા જહાજો અને અન્ય જહાજોમાં સવાર લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ઇસ્લામિક આતંકવાદી સંગઠન હોથી દ્વારા લાલ સાગરમાં વેપારી જાહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે.