Site icon Revoi.in

અમદાવાદમાં જળયાત્રા બાદ જગન્નાથજી મોસાળ જશે, ભાણેજને આવકારવા સરસપુર સજ્જ

Social Share

અમદાવાદ: અષાઢી બીજને હવે 20-22 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની પરંપારગત રથયાત્રા નીકળે છે. ત્યારે જગન્નાથજી મંદિર તેમજ પોલીસ સહિત વહિવટી તંત્ર દ્વારા રથયાત્રાની તેયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 22મી જુને જળયયાત્રા યોજાયા બાદ જગન્નાથજી મોસાળ સરસપુર જતા હોય છે. એટલે ભાણેજને આવકારવા માટે સરસપુરમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ભાણેજને આવકારવા ભગવાનનું મોસાળ સજાવવામાં આવી રહ્યું છે. સરસપુરના રણછોડરાય મંદિર બહાર વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે. જ્યાં ભગવાન જગન્નાથજીને આવકારવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના જગન્નાથજી મંદિર દ્વારા અષાઢીના દિને રથયાત્રા યોજવામાં આવે છે. રથયાત્રા પહેલા 22મી જુને જળયાત્રા યોજાશે ત્યારબાદ ભગવાન જગદિશ 15 દિવસ મોસાળ સરસપુર જશે. ત્યારે જગદિશને આવકારવા માટે સરસપુરવાસીઓ સજ્જ બન્યા છે. સરસપુર રણછોડરાય મંદિર બહાર વિશાળ મંડપ બાંધ્યો છે. બીજી તરફ મોસાળમાં ભગવાન જગન્નાથજીના આગમનની આમંત્રણ પત્રિકાનું વિતરણ શરુ કરી દેવામાં આવ્યું છે. ભગવાનની જળયાત્રા 22મી જૂનના દિવસે યોજાશે, ત્યારે મોસાળ સરસપુરમાં 22મી જૂનના રોજ સાંજના સમય પર ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવશે. મોસાળમાં ભગવાનની આમંત્રણ પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ભવ્ય રથયાત્રાનું અનોખું આકર્ષણ જમાવે છે માટે ભગવાન જગન્નાથજીને આવકારવાની તૈયારીઓ ચાલી રહી છે.

જગન્નાથ મંદિરની રથયાત્રા માટે સરસપુરની 17 પોળ જમણવાર માટે સજ્જ બની જાય છે. ત્યારે આ વર્ષે પણ લગભગ 50 હજારથી વધારે લોકોના જમણવાર માટે સરસુપરમાં આયોજન શરૂ કરવામાં આવ્યું છે. જે માટે પોળવાસીઓની મિટિગ પણ કરવામાં આવી છે. પોળમાં આયોજનબદ્ધ રીતે રથયાત્રાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા મોસાળમાં સરસપુર ખાતે નગરજનો આવકારની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મંદિર દ્વારા ભગવાનને કેરીનો મનોરથ કરવામાં આવશે. રવિવારે 23 જૂનના રોજ કેરીનો મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સાંજે 5 કલાકે નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ડ્રાયફ્રુટ્સનો મનોરથ 27 જૂનનાં રોજ અને મિક્સ ફ્રુટનો મનોરથ 30 જૂનના રોજ નક્કી કરવામાં આવ્યો છે. આ વખતે 4 જુલાઈના અવસરે મગસનો મનોરથ પણ કરવામાં આવ્યો છે. આ ચારેય મનોરથના દર્શન માટે દર્શનાર્થીઓ સાંજે 5 વાગે દર્શન માટે આવી શકશે.