- મૂળ ભારતીય સિરિશા કરશે અંતરિક્ષની યાત્રા
- કલ્પના ચાવલા,સુનીતા વિલિયમ્સ બાદ હવે સિરિશાનું નામ
- અંતરિક્ષની યાત્રા કરનારી બીજી ભારતીય મૂળની મહિલા બનશે
- વિશ્વની અંતરિક્ષ યાત્રા કરનારી ચોથી ભારતીય હશે સિરિશા
દિલ્હીઃ- કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ આ બે નામથી દરેક લોકો જાણીતા છે, અંતરિક્ષની સફર ખેંડનારી આ બન્ને ભારતીય મહિલાઓએ અંતરિક્ષ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે, ત્યારે હવે આ શ્રેણીમાં વધુ એક ભારતમાં જન્મેલી મૂળ ભારતીય મહિલા અંતરિક્ષની મુસાફરી કરવા જઈ રહી છે.જેનું નામ છે સિરીશા બંદલા, જે રિચર્ડ બ્રેન્સનની સ્પેસ કંપની વર્જિન ગેલેક્ટીકનું અંતરિક્ષયાન વર્જિન ઓર્બિટમાં બેસીને 11 જુલાઈના રોજ અંતરિક્ષની મુસાફરી પર જવા માટે રવાના થશે. રિચર્ડ બ્રેન્સને તેમના સહિત છ લોકોની અંતરિક્ષ યાત્રાની જાહેરાત કરી હતી. આ ટીમમાં મૂળ ભારતીય સિરિસાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બ્રેન્સનની સ્પેસ ટ્રાવેલ ટીમમાં બે મહિલાઓ શામેલ છે. જેમાં બીજી મહિલાનું નામ બેશ મૂસા છે. સિરિશા વર્જિન ગેલેક્ટીક કંપની માટે સરકારી બાબતો અને સંશોધન ઓપરેશનના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. તેણે ફક્ત છ વર્ષમાં પોતાની મહેનતથી આ પદ હાંસિલ છે. તેના અંતરિક્ષમાં જવાની વાત સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ તેમને અભિનંદન આપવાનો પ્રવાહ ચાલુ કર્યો છે.
જાણો કોણ છે આ સિરિષા જેનું બાળપણથી સપનું હતું અંતરિક્ષમાં જવાનું
આંધ્રપ્રદેશના ગુંટુરની રહેવાસી સિરિશાએ પરડ્યુ યુનિવર્સિટીમાંથી એરોનોટીકલ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે, ત્યારબાદ જ્યોર્ટાઉન યુનિવર્સિટીમાંથી એમબીએની પદવી મેળવી હતી. હાલમાં તે વર્જિન ઓર્બિટના વોશિંગ્ટન ઓપરેશંન્સને પણ સંભાળી રહી છે. પોતાના અઁતરિક્ષ ઉડાનના સમય દરમિયાન સિરિશા બાંદલા મેક્સિકોથી વિંગ્ડ રોકેટ શિપની ઉડાનનો એક ભાગ હશે. આ સમયે તે હ્યુમન ટેન્ડડ રિસર્ચ એક્સપિરિયન્સનો હવાલો પણ સંભાળશે.
અંતરિક્ષયાત્રા દરમિયાન તે અંતરિક્ષમાં જનારા યાત્રીઓ પર થતી અનેક અસરોનો પણ ઊંડો અભ્યાસ કરશે.તે ટેક્સાસના હ્યૂસ્ટનમાં મોટી થઈ છે,જેથી તેણે રોક્ટેસને અને યાનને આવતા જતા ખૂબ પાસેથી નિહાળ્યા છે,બસ ત્યારથી તેને અંતરિક્ષની સફરનું સપનું જોયું હતું ,જો કે તેને પાયલોટ પણ બનવું હતું જો કે તેની કમજોર દ્રષ્ટિના કારણે તે બની ન શકી. ત્યારે હવે તેનું અંતરિક્ષનું સપનુ સાકાર થવા જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કલ્પના ચાવલા પછી, 34 વર્ષીય સિરિશા અંતરિક્ષની યાત્રા કરનારી બીજી ભારતીય મૂળની મહિલા હશે. તે વિશ્વની અંતરિક્ષ યાત્રા કરનારી ચોથી ભારતીય હશે.