Site icon Revoi.in

 કેરળ બાદ હવે યુપીમાં બર્ડફ્લૂની શક્યતાઓ વધી – 10 થી વધુ પોલ્ટ્રીફાર્મને નોટિસ ફટકારાઈ,એલર્ટ જારી

Social Share

 

લખનૌઃ- કેરળમાં હર્ડફ્લૂનો કહેર વધવાની સાથે હવે ઉત્તરપ્રદેશમાં પણ બર્ડ ફ્લૂની શક્યતાઓ જોવા મળી રહી છે, બર્ફ્લૂની શક્યતાઓને લઈને પશુપાલન વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યું છે. પીલીભીતના પુરનપુર અને કાલીનગર વિસ્તારમાં એક ડઝનથી વધુ પોલ્ટ્રી ફાર્મ ઓપરેટરોને આ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે અનરજિસ્ટર્ડ પોલ્ટ્રી ફાર્મની પણ ઓળખ કરવામાં આવી રહી છે. નોટિસ અને માર્કિંગના કારણે પોલ્ટ્રી ફાર્મના સંચાલકોમાં ચિંતા ફેલાયેલી જોઈ શકાય છે.

રાજ્યમાં બર્ડ ફ્લૂની આગાહીને ધ્યાનમાં રાખીને, સરકારે રાજ્યભરના જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચનાઓ જારી કરી છે. આ સૂચના મળતાની સાથે જ  પીલીભીતના ડીએમએ સામાજિક વનીકરણ, પશુપાલન અને આરોગ્ય વિભાગ, વન વિભાગ વગેરેના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે તમામ વિભાગોને બર્ડ ફ્લૂની સંભાવનાને લઈને સતર્ક રહેવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે દરમિયાન પુરનપુરના શેરપુરકલાન ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી. જેના કારણે તમામ મરઘાઓને જમીનમાં જીવતા દાટી દેવામાં આવ્યા હતા. આ વર્ષે પશુપાલન વિભાગો સાવચેતીના પગલે પહેલાથી જ  સતર્ક બની ગયા છે. પુરનપુર અને કાલીનગર તાલુકા વિસ્તારમાં કાર્યરત પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

અહી સ્થિતિ નોંધણી વગરના પોલ્ટ્રી ફાર્મની ઓળખ કરવામાં આવી રહી છે. જેથી તેમની સામે કાર્યવાહી થઈ શકે. પશુપાલન વિભાગ દ્વારા બર્ડ ફ્લુને અટકાવવા હાથ ધરાયેલી કાર્યવાહીથી રજીસ્ટ્રેશન વગર ચાલતા પોલ્ટ્રી ફાર્મના સંચાલકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે બર્ડ ફ્લૂની શક્યતાને લઈને એક ડઝનથી વધુ પોલ્ટ્રી ફાર્મને નોટિસ આપવામાં આવી છે. તેમને આ રોગથી બચવાના ઉપાયો અને સાવચેતી રાખવાના ઉપાયો વિશે પણ જણાવવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ આ બંને તાલુકાઓમાં માત્ર એક જ પોલ્ટ્રી ફાર્મ નોંધાયેલ છે. જ્યારે ડઝનબંધ પોલ્ટ્રી ફાર્મ અહી જોવા મળે છે.જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે.