Site icon Revoi.in

કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્યોમાંવધ્યો કોરોનાનો ભય – કેન્દ્ર દ્વારા ખાસ ટીમ મોકલવામાં આવી

Social Share

સમગ્ર દેશભરમાં કોરોનાની ગતિ હળવી થયેલી જોવા મળી રહી છે જો કે આજે પણ દેશના કેરળ જેવા રાજ્યો કોરોના સામે જંગી લડત લડી રહ્યા છએ, દેશભરમાં આવતા કેસોમાં કેરળમાંથી 50 ટકા કેસો નોંધાતા હોય છે, ત્યારે હવે કેરળ બાદ કેરળ બાદ પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં કોરોનાના વધતા કેસોએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે.

મિઝોરમની હાલની કોરોનાની સ્થિતિ જોતા સરકાર એક્શન મોડમાં આવી છે આ માટે કેન્દ્ર સરકારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મિઝોરમમાં ચાર સભ્યોની ખાસ ટીમ મોકલી છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના કન્સલ્ટન્ટ-રોગશાસ્ત્રી ડો.વિનીતા ગુપ્તાની આગેવાની હેઠળની આ ચાર સભ્યોની કેન્દ્રીય ટીમ વિતેલા દિવસને મંગળવારના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પહોંચી હતી.

સેન્ટ્રલ ટીમના સભ્યો આજે દિવસ દરમિયાન આઇઝોલ વેસ્ટમાં કોવિડ -19 કેર સાઇટ્સની પણ મુલાકાત લેશે. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, મિઝોરમમાં મંગળવારે કોરોના વાયરસના 1 હજાર 681 નવા કેસ નોંધાયા બાદ, સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 99 હજાર 856 થઈ ગઈ અને વધુ પાંચ દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક 331 પર પહોંચી ગયો છે.

મિઝોરમની રાજધાનીમાં કેન્દ્ર દ્વારા ટીમ મિઝોરમ મોકલવામાં આવી

આ સમગ્ર બાબતે એક સત્તાવાર નિવેદનમાં માહિતી રજૂ કરાઈ હતી, આ ખઆસ  ટીમ મંગળવારે રાજ્યની રાજધાની પહોંચ્યા પછી તરત જ, તેના સભ્યોએ રાજ્ય સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમના અધિકારીઓ, આઇઝોલ પૂર્વ અને આઇઝોલ પશ્ચિમના મુખ્ય તબીબી અધિકારીઓ સાથે એક ખાસ બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો સામનો કરવાની રીત તથા કોરોના સંબંધિત નિરાકરણ અંગે ચર્ચા કરી હતી.

નિવેદનમાં જણાવાયું છે કે, સમગ્ર રાજ્યમાં સંક્રમણના ફેલાવાને નિયંત્રિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાંની સમીક્ષા કરવા માટે ટીમ બુધવારે વિવિધ જિલ્લાઓના મુખ્ય તબીબી અધિકારીઓ સાથે બીજી ડિજિટલ બેઠક કરશે.