- દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ
- કેરળમાં અગાઉ ત્રણ દર્દીઓ મળી આવ્યા
- વાયરસના દર્દીઓ વધતા ચિંતા વધી
દિલ્હી :દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો છે.આ દર્દીનો કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નથી.અગાઉ કેરળમાં મંકીપોક્સના ત્રણ દર્દીઓ મળી આવ્યા છે.આ ત્રણેય દર્દીઓ યુએઈથી પરત ફર્યા હતા અને ત્યાં તેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.
મંકીપોક્સનો પહેલો કેસ કેરળમાં 14 જુલાઈએ નોંધાયો હતો.મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે પોતે કરી હતી.તે યુએઈથી પરત ફર્યો હતો.મંકીપોક્સના લક્ષણો દેખાતા તેમને કેરળની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ કેસના ચાર દિવસ પછી એટલે કે 18મી જુલાઈએ કેરળમાં બીજા કેસની પુષ્ટિ થઈ. આ વ્યક્તિ પણ દુબઈથી પરત ફર્યો હતો.આ પછી 22 જુલાઈએ ત્રીજા કેસની પુષ્ટિ થઈ.ત્રણેય કેસમાં UAE કનેક્શન બહાર આવ્યું હતું.આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
વિશ્વભરમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શનિવારે વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે મંકીપોક્સનો પ્રકોપ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.