Site icon Revoi.in

મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો થયા એકાએક ગૂમ

Social Share

મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય ધમાસાન પછી મુખ્યમંત્રી બદલાઈ ગયા છે, ઉદ્ધવને મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું અને શિવસેનાના જ નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પણ આ જ રીતે હવે નવી ઘમાસાન અન્ય રાજ્યમાં પણ થઈ શકે છે કારણ કે અચાનક જ આ રાજ્યમાંથી પાંચ ધારાસભ્ય અચાનક ગૂમ થઈ ગયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસે દાવો કર્યો કે ગોવાની સત્તાધારી ભાજપ તેના 11 સભ્યવાળા ધારાસભ્ય દળમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે અને પક્ષપલટા માટે  મોટી રકમ આપવાની રજૂઆત કરી રહી છે. દિનેશ ગુંડુરાવે પોતાના ધારાસભ્યોને તોડવા માટે કથિત રીતે પૈસા ધરવા બદલ ભાજપ પર નિશાન  સાધ્યું. તેમણે કહ્યું કે અમારા અનેક ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે મોટી રકમ ઓફર કરાઈ હતી. હું તેને વ્યક્ત કરી શકતો નથી.

ગોવામાં કોંગ્રેસના 11માંથી 5 ધારાસભ્યો સંપર્કમાં નથી. જેને ગંભીરતાથી લેતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને રાજ્યમાં તાજા રાજકીય ઘટનાક્રમ પર નજર રાખવા માટે ગોવા જવા માટે કહ્યું છે. રાવે કહ્યું કે પાર્ટીના પાંચ ધારાસભ્યો લોબો, કામત, કેદાર નાઈક, રાજેશ ફલદેસાઈ અને ડેલિયાલા લોબો સાથે સંપર્ક થઈ શકતો નથી. અત્રે જણાવવાનું કે વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે 20 બેઠકો પર કબજો જમાવ્યો હતો. તેને પાંચ અન્યનું સમર્થન પણ પ્રાપ્ત છે. ગોવામાં આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાડોશી મહારાષ્ટ્રમાં પણ મોટી ઉથલપાથલ થઈ અને એકનાથ શિંદેના નેતૃત્વમાં સત્તાધારી શિવસેનાના કેટલાક ધારાસભ્યો બળવાખોર બનતા મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ.