Site icon Revoi.in

મણિપુર બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી હતી તેની તીવ્રતા

Social Share

દિલ્હી:દેશ-દુનિયામાં વારંવાર આવતા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે.ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.મણિપુર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.આ દેશમાં શનિવારે સવારે લગભગ 9.07 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર,અફઘાનિસ્તાનમાં સવારે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 186 કિલોમીટર નીચે હતી. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.આ પહેલા શનિવારે સવારે મણિપુરમાં ધરતી ધ્રૂજતી હતી.શનિવારે વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકાના કારણે થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહી.

આ પહેલા ગઈકાલે રાત્રે એટલે કે શુક્રવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો ભૂકંપ આવ્યો હતો.ઉત્તર પ્રદેશના શામલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી.ભૂકંપ રાત્રે લગભગ 9.30 કલાકે આવ્યો હતો.