Site icon Revoi.in

ઘણા દિવસો બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ આજે સ્થિર- જાણો ક્યા મળી રહ્યું સૌથી મોંધુ પેટ્રોલ

Social Share

 

દિલ્હી – સતત કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જ જોવા મળી રહ્યા હતા ત્યારે હવે લાંબા દિવસો બાદ આજરોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પર બ્રેક લાગેલી જોવા મળી છે.22 માર્ચથી લઈને અત્યાર સુધી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 14 વખત વધારો કર્યો છે. આ સમય દરમિયાન બંને મુખ્ય ઈંધણ લગભગ 10 રૂપિયા મોંઘા થઈ ગયા છે.

આજ રોજ ગુરુવારે સતત વધી રહેલા ઈંધણના ભાવમાં રાહત જોવા મળી હતી. આજે ઈંધણની ઝડપ પર બ્રેક લગાવવામાં આવી છે અને દરમાં કોઈ ફેરફાર થયો નથી. આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ડીઝલ સૌથી મોંઘુ એટલે કે 107.11 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. તે જ સમયે, રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ એટલે કે 122.93 રૂપિયા પ્રતિ લિટર છે.

જાણો આજના પેટ્રોલ ડીઝલના 4 મુખ્ય શહેરોના ભાવ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લિટર છે. બુધવારે પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 17 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 123.47 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 106.04 રૂપિયામાં ઉપલબ્ધ છે. ગુરુવારે, મેટ્રો શહેરોમાં સૌથી મોંઘું પેટ્રોલ મુંબઈમાં વેચાઈ રહ્યું છે, જ્યારે સૌથી મોંઘું ડીઝલ હૈદરાબાદમાં 105.49 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈ અને થાણેમાં પેટ્રોલ 120 રૂપિયાની ઓલટાઇમ હાઈને વટાવી ગયું છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા છે, જ્યારે એક લિટર ડીઝલની કિંમત 104.77 રૂપિયા છે. તે જ સમયે, થાણેમાં, એક લિટર પેટ્રોલની કિંમત 120.65 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 104.90 રૂપિયા છે. આ પહેલા 3 નવેમ્બર, 2021 ના ​​રોજ, પેટ્રોલની કિંમત 115.85 રૂપિયા પ્રતિ લિટર હતી,આ સાથએ જ સૌથી મોધું પેટ્રોલ  રાજસ્થાન શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યું થછે જ્યાં પ્રતિ લીટર પેટ્રોલ 122.93 રૂપિયાવેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 પ્રતિ લીટર જોવા મળી  છે.