અનેક વિરોધ બાદ હવે મહારાષ્ટ્રની નગરી મુંબઈના પાર્કમાંથી હટાવાશે ટીપુ સુલતાનનું નામ
- મુંબઈ પાર્કમાંથઈ ટીપુ સુપલતાનનું નામ હટાવાશે
- વિહીપી દ્રારા થયો હતો વિરોધ
- વિરોધ બાદ નિર્ણય પર લાગી મ્હોર
મુંબઈઃ- દેશભરમાં કેટલાક વિસ્તારો ગામ કે રેલ્વે સ્ટેશોના નામ બદલાયા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે ત્યારે હવે મહારાષ્ટ્રની માયાનગરી મુંબઈમાં એક પાર્કનું નામ ટીપુ સુલતાન હતું જે અનેક લોકોના વિરોધ બાદ હટાવી દેવામાં આવ્યું છે.
અસલમ શેખ કે જેઓ મલાડ પ્રદેશના ધારાસભ્ય છે અને અસલમ શેખ મહાવિકાસ આઘાડી સરકારમાં મંત્રી પણ હતા. અસલમ શેખે એમએલએ કોટેથી મલાડમાં એક પાર્ક બનાવ્યો અને તેનું નામ ટીપુ સુલતાન પર રાખ્યું. જોકે, બીજેપી શરૂઆતથી જ પાર્કનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાનો વિરોધ કરી રહી હતી. ગત વર્ષે 26 જાન્યુઆરીએ બીજેપી અને બજરંગ દળ સાથે જોડાયેલા લોકોએ પણ પાર્કનું નામ બદલવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે આ નામ બદલવાની સૂચના આપવામાં આવી છે
પ્રાપ્ત વિગત પ્રમાણે મુંબઈના એક પાર્કમાંથી મૈસુરના શાસક ટીપુ સુલતાનનું નામ હટાવી દેવાયું છે. મુંબઈ ઉપનગરીય જિલ્લાના પ્રભારી મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જિલ્લા મેજિસ્ટ્રેટને મલાડ વિસ્તારના પાર્કમાંથી ટીપુ સુલતાનનું નામ હટાવવાની સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીની સરકાર વખતે આ પાર્કનું નામ ટીપુ સુલતાન રાખવામાં આવ્યું હતું. જો કે ભાજપ દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે પ્રભારી મંત્રીએ પાર્કનું નામ બદલવા સૂચના આપી છે.