મિઝોરમ બાદ હવે ત્રિપુરામાં આફ્રિકન સ્વાઈન ફિવરનો પગપેસારો – સરકારે ચેપગ્રસ્ત સુવ્વરને મારવાના આપ્યા આદેશ
- ત્રિપુરામાં ફેલાયો આફ્રીકન સ્વાઈન ફિવર
- મોટાપાયે સરકારે સુવ્વરને મારવાનો આપ્યો આદેશ
દિલ્હી – દેશના પૂર્વીય રાજ્ય મિઝોરમમાં સ્વાઈન ફ્લૂ ફાટી નીકળ્યા બાદ ત્રિપુરામાં પણ આ રોગે પગપેસારો કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રિપુરાના સેપાહીજાલા જિલ્લા હેઠળના દેવીપુર ખાતે પશુ સંસાધન વિકાસ વિભાગ દ્વારા સંચાલિત સરકારી સંવર્ધન ફાર્મમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂ ના કેસો મળી આવ્યા છે.
તે જ સમયે, અગરતલાના રોગ પરીક્ષણ કેન્દ્રના નિષ્ણાતોની એક ટીમ સોમવારે ફામમાં પહોંચી અને પરિસ્થિતિની તપાસ કરવા માટે રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરી હતી. 7 એપ્રિલે, ત્રણ નમૂના ઉત્તર-પૂર્વ પ્રાદેશિક રોગ નિદાન પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ પછી 13 એપ્રિલે પીસીઆર રિપોર્ટ આવ્યો હતો જેમાં તમામ નમૂનાઓ પોઝિટિવ મળી આવ્યા હતા.
ફામ રહેતા શુવ્વરોમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂના લક્ષણો એ સુચવી રહ્યા છે કે આ ચેપી રોગ ફામમાં પ્રવેશી ચૂક્યો છે. પશુપાલન વિભાગ દ્વારા સંચાલિત રોગ પરીક્ષણ પ્રયોગશાળાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “આ કેસમાં બીજો રિપોર્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિસીઝ ડાયગ્નોસ્ટિક્સ, ભોપાલ તરફથી આવવાનો છે, તે હજી સુધી મળ્યો નથી.”
ખાસ કરીને આ ફામમાં રહેતા અને કામ કરતા લોકોએ આ રોગનો સામનો કરવાની સલાહ આપવામાં આવી છે. અહી તકેદારી રુપે દરેક જૂથમાં દસ લોકોનો સમાવેશ કરીને બે ટાસ્ક ફોર્સની રચના કરી છે. ટીમોનું નેતૃત્વ એક વેટરનરી ઓફિસર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ રોગ મોટા પાયે શુવ્વરોમાં ફેલાતો રોગ છે જેને લઈને સરકારે મોટાભાગના શુવ્વરોને મોત આપવાનો નિર્ણય લીધો છે જેથી શુવ્વરને મારવાના આદેશ આપ્યા છે.આ રોગને રોકવા માટે, સરકારે ચેપગ્રસ્ત શુવ્વરોને સામૂહિક રીતે મારી નાખવાનો આદેશ આપ્યો છે. આ હેઠળ, પ્રથમ તબક્કામાં ચેપગ્રસ્ત શુવ્વરને માર્યા પછી, તેને દાટવામાં આવ્યો હતોજો કે સ્થિતિ હજુ કાબૂમાં છે તે પહેલા જ અહીં તકેદારી લેવાઈ રહી છે જેથી સ્થિતિ વણસે નહી.