- નકવીના રાજીનામા બાદ સોંપાયા મંત્રાલય
- સ્મૃતિ ઈરાની બની લઘુમતી કલ્યાણ મંત્રી
- સિંધિયાને સ્ટીલ મંત્રાલય મળ્યું
દિલ્હી:નકવીના રાજીનામાં બાદ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને લઘુમતી કલ્યાણ મંત્રાલયનો હવાલો સોપવામાં આવ્યો છે.આ સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.અમેઠીથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હરાવીને સ્મૃતિ ઈરાની સંસદમાં પહોંચી હતી.તે જ સમયે, જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશથી ભાજપના રાજ્યસભા સાંસદ છે.
મુખ્તાર અબ્બાસ નકવીએ ગઈકાલે રાજીનામું આપી દીધું હતું.તેઓ લઘુમતી બાબતોનો વિભાગ સંભાળતા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ નકવીએ રાજીનામું આપી દીધું હતું. જોકે,નકવીએ તેમની છેલ્લી કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી.આ બેઠકમાં પીએમ મોદીએ મંત્રી તરીકે નકવીના યોગદાનની પ્રશંસા કરી હતી.
આ સાથે સ્ટીલ મંત્રી આરસીપી સિંહે પણ છેલ્લી કેબિનેટ બેઠક કરી હતી.આ બેઠકમાં પીએમ મોદીએ બંને કેન્દ્રીય મંત્રીઓને વિદાય આપતા કહ્યું કે, બંનેએ મંત્રી રહીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ બંને મંત્રીઓનો રાજ્યસભાનો કાર્યકાળ 7 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.મુખ્તાર રાજ્યસભાના સભ્ય હતા. તેમનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. આ વખતે ભાજપે નકવીને રાજ્યસભામાં મોકલ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી તેમને મોટી જવાબદારી આપી શકે છે.
મોદી કેબિનેટમાં JDU ક્વોટામાંથી મંત્રી આરસીપી સિંહનો રાજ્યસભાનો કાર્યકાળ પણ ગુરુવારે સમાપ્ત થઈ રહ્યો છે.આ બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈપણ ગૃહના સભ્ય નહીં રહે.જો કે તેઓ સાંસદ વગર છ મહિના સુધી મંત્રી રહી શકે છે, પરંતુ પીએમ મોદીએ કેબિનેટને વિદાય આપી.