- મ્યાનમારમાં ભૂકંપના આંચકા
- 4.3 ની તીવ્રતા નોંધાઈ
- કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં
દિલ્હી: એશિયા ખંડમાં આ સમયે દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ ભૂકંપના કારણે લોકોને રોજેરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમાં રવિવારે 6થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવે મ્યાનમારમાં સોમવારે સવારે લગભગ 6.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધવામાં આવી હતી. જો કે આના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ પહેલા બિહારના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે સવારે પટના, પશ્ચિમ ચંપારણ, સારણ, સિવાન, ગોપાલગંજ અને નેપાળને અડીને આવેલા કેટલાક જિલ્લાઓમાં ધરતીના આંચકા અનુભવાયા હતા.જો કે,અત્યાર સુધી કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. લોકોનું કહેવું છે કે રવિવારે સવારે 7 વાગ્યેને 27 મિનિટે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાઠમંડુ નજીક હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી, જ્યારે ઊંડાઈ 10 કિલોમીટરથી ઓછી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ અનેક લોકો ઘરની બહાર આવી ગયા હતા.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.