પાકિસ્તાન અને શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ ચીનની વિરોધમાં સૂર ઉઠ્યાં
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તાજેતરમાં જ બલુચ બિલરલ આર્મીએ તાજેતરમાં જ ચાઈનીઝ નાગરિકોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ ચાઈનીઝ નાગરિક સહિત પાંચેક વ્યક્તિઓના મોત થયાં હતા. આર્થિક સંકટનો સામનો કરતા શ્રીલંકામાં પણ સ્થાનિકો ચીનના પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. હવે બાંગ્લાદેશમાં પણ ચાઈનીઝ કંપનીના વિરોધની ઘટના સામે આવી છે. બાંધના નિર્માણનું કામ કરતી ચાઈનીઝ કંપનીના કર્મચારીઓ ઉપર સ્થાનિકોએ હુમલો કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં 3 ચાઈનીઝ નાગરિક સહિત નવ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશના પિરોજપુર જિલ્લામાં ચીનની કંપની દ્રારા નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પિરોજપુર જિલ્લામાં મથબરિયામાં એક ડેમના નિર્માણની શરૂ કરવામાં આવ્યો હતો. જેનો સ્થાનિકોએ વિરોધ કરીને હુમલો કર્યો હતો. જેમાં કંપનીનો મેનેજર મજીમાઓ (ઉ.વ.31), પર્યવેક્ષક ચાંગ ડ્યૂ (ઉ.વ.28) અને પર્યવેક્ષક લેઈ બ્રો (ઉ.વ.38)ને ઈજા થઈ હતી. તેમજ સ્થાનિક લોકો પણ ઈજાગ્રસ્ત થયાં હતા.
ઉચ્ચ અધિકારી કમલ હુસેન મુફ્તીએ જણાવ્યું હતું કે, 3 ચાઈનીઝ નાગરિક અને 6 સ્થાનિક વ્યક્તિઓને ઈજા થઈ હતી. ડેમ બનાવવા માટે મશીનથી માટી નીકાળવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચીની પરિયોજનાની 3 ચીની નાગરિકો સહિત તમામ ઘાયલ જમીનની માલિકી અને તળાવ મુદ્દે જમીદારો વચ્ચે ગેરસમજને પરિણામે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.