Site icon Revoi.in

પાકિસ્તાન બાદ હવે છત્તીસગઢમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આચંકા આવવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે,ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભૂકંપના આચંકા વધુ પ્રામણમાં આવતા હોય છે ,જો કે હવે છત્તીસગઢમાંથી ભૂંકપના આંચકા આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

મળતી વિગત પ્રમાણે આજરોજ મંગળવારની સવારે છત્તીસગઢ નજીક આવેલા  બિલાસપુરની ઘરા ઘ્રુજી ઉઠી હતી, ભૂકંપના આચંકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ગભરાહટ ફેલાયો હતો , નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી.

જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો જાણકારી અનુસાર  ભૂકંપનું કેન્દ્ર ભારતના છત્તીસગઢના બિલાસપુરથી 128 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતું. આ ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 8 વાગ્યેને 43 મિનિટે આવ્યો હતોસ પૃથ્વીની  સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂંકપના આચંકા આવ્યા હતા.