- શ્રીલંકાની આર્થિક સ્થિતિ વધુ બગડી
- દેશનું સોનું વેચીને જીવવા મજબૂર
- ચીન પાસેથી લીધી છે મોટી રકમની લોન
દિલ્હી: પાકિસ્તાન બાદ શ્રીલંકાની પણ હવે આર્થિક હાલત બગડી છે. જાણકારી અનુસાર શ્રીલંકા હાલ મોટી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને હવે તેની હાલત એવી થઈ ગઈ છે કે,દેશની સરકાર રિઝર્વમાં પડેલું સોનું પણ વેચવા તૈયાર થઈ ગઈ છે. શ્રીલંકા પોતાને નાદારીથી બચાવવા માટે સોનું વેચવાની સ્થિતિમાં પહોંચી ગયું છે.
શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે તેણે ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડાર (Foreign exchange reserves)ને ધ્યાનમાં રાખીને તેના સોનાના ભંડારનો એક ભાગ વેચી દીધો છે. શ્રીલંકાના અગ્રણી અર્થશાસ્ત્રી અને સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર ડૉ. ડબલ્યુ. વિજેવર્દનેએ તાજેતરમાં એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થયો છે.
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે સેન્ટ્રલ બેંકનું ગોલ્ડ રિઝર્વ $382 મિલિયનથી ઘટીને $175 મિલિયન થઈ ગયું છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર નિવાર્ડ કેબ્રાલે કહ્યું છે કે લિક્વિડ ફોરેન એસેટ (રોકડ) વધારવા માટે શ્રીલંકાએ ડિસેમ્બર 2020માં તેના સોનાના ભંડારનો એક ભાગ વેચ્યો હતો.
જો કે હવે ઉલ્લેખનીય છે કે શ્રીલંકા અત્યારે ભારત તરફ મદદ માટે હાથ લંબાવ્યો છે. હાલ શ્રીલંકાની સરકાર પોતાના દેશને દેવાથી બચાવવા માટે ભારતીય કંપનીઓને રોકાણ કરવાનું કહી રહ્યા છે. જો કે હવેની સ્થિતિ એવી છે કે શ્રીલંકાની પાસે સોનું વેચીને જીવવા સિવાય કોઈ અન્ય ઉપાય છે નહી.