પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસ બાદ હવે ટેલીકોમ સેવાઓ પણ થશે મોંઘી ?
દિલ્હીઃ પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ અને જીવન-જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા પ્રજા મોંઘવારીના બોજ હેઠળ દબાઈ ગયા છે. ત્યારે હવે ટેલીકોમ સેવાઓ પણ મોંઘી થવાની આશંકા ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ટેલીકોમ સેક્ટર આ સમયમાં જોરદાર દબાણમાં છે. મને આશા છે કે, કેન્દ્ર સરકાર યોગ્ય પગલા ભરીને ભારતના ડિજીટલ સપનાને રાખશે. આ દેશમાં ઓછામાં ઓછા 3 ટેલિકોમ ઓપરેટર્સ બની રહ્યું છે. ટેલીકોમ ઈન્ડસ્ટ્રીએ હવે પોતાના ટેરિફ વધારવા જોઈએ. જો જરૂર પડશે તો એરટેલ પોતાના ટેરિફ વધારતા અચકાશે નહીં. ટેરિક એકતરફી વધવો ન જોઈએ. આશા રાખું છે કે, સરકાર, ઓથોરિટી અને ટેલીકોમ ડિપાર્ટમેન્ટ આ સુનિશ્ચિત કરે કે ભારતના ડિજીટલ સપનાને યથાવત રાખે અને દેશમાં ઓછામાં ઓછા 3 ટેલિકોમ ઓપરેટર્સનું અસ્તિત્વ બનેલું રહે. એમ ઉદ્યોગપતિએ આ વાત એક વર્ચ્યુઅલ ઈમેન્ટમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પાછળના 5-6 વર્ષ ઈન્ડસ્ટ્રી માટે ખુબ ખરાબ રહ્યાં છે અને પરિણામ સામે છે. 10 ટેલિકોમ ઓપરેટર પોતાનો બિઝનેશ બંધ કરી ચુક્યાં છે. બે ઓપરેટરોએ મર્જર કર્યું છે. હાલ ગમે તેમ શ્વાસ લેવાના પ્રયાસ થઈ રહ્યાં છે. આપ ક્યાં સુધી એક-બાજીને મારતા રહી શકો છો. હું એવું નથી કહેતો કે ટેરિફ વધારવો હંમેશો ખોટું હોય છે. પરંતુ તેને એવી જગ્યાએ લાવી જોઈએ જે પહેલા હતી. 15 ગણા ખપતની મજા ઉઠાવો પરંતુ જૂના ટેરિફ ઉપર પરત લાવો.