- મોડર્નાએ ઓમિક્રોનની વેક્સિનનું ટ્રાયલ શરુ કર્યું
- બુધવારે અમેરિકી કંપનીએ આ બાબતે જાહેરાત કરી હતી
કોરોનાવાયરસનાના વેરિએન્ટ ઓમિક્રોને ઘણા દેશઓમાં ડર ફેલાવ્યો છે,તેના બદલતા સ્વરુપને લઈને હવે ચિંતા વધી રહી છે ત્યારે લગભગ સમગ્ર વિશ્વ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયું છે. સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. આ સાથે, નવા વેરિઅન્ટ સાથે સ્પર્ધા કરવા માટે રસી પણ તૈયાર કરવામાં આવી રહી છે.
ત્યારે હવે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ બુધવારે જાહેરાત કરી હતી કે તેણે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો સામનો કરવા માટે ખાસ બનાવેલી રસીના બૂસ્ટર ડોઝનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે.
મોડર્નાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્ટીફન બન્સેલએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને વર્તમાન સમયમાં સ્વિકૃત બૂસ્ટરના છ મહિના પછી ઓમિક્રોનના સામે એન્ટિબોડી પર કામ કરવાને લઈને વિશ્વાસ છે.”તેમણે કહ્યું કે ઓમિક્રોનના જોખમને જોતાં, અમે અમારી ઓમિક્રોન વેરિઅન્ટ ચોક્કસ રસી માટે બૂસ્ટર પર કામ કરી રહ્યા છીએ અને અમને ટ્રાયલ શરૂ કરવામાં આનંદ થાય છે,”
આ પરિક્ષણમાં કુલ 600 લોકો સામેલ કરવામાં આવશે જેમાંથી અડધા એવા લોકો હશે જેમને ઓછામાં ઓછા 6 મહિના પહેલા મોડર્ના કોવિડ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હશે, જ્યારે અડધા એવા લોકો હશે જેમને બે ડોઝ ઉપરાંત ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હશે. ઓમિક્રોનને લક્ષ્ય બનાવતા બૂસ્ટરનું મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડોઝ બંને તરીકે કરવામાં આવશે. કંપનીએ ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝની અસરકારકતા વિશે પણ માહિતી આપી છે.
ઓ વેક્સિનના પરિક્ષમને લઈને કંપનીએ કહ્યું કે બૂસ્ટર ઈન્જેક્શન આપ્યાના 6 મહિના પછી ઓમિક્રોન સામે એન્ટિબોડીઝનું સ્તર પિકથી છ ગણું ઘટ્યું છે. ઈન્જેક્શન પછી 29મા દિવસે એન્ટિબોડીઝનું સ્તર ટોચ પર હતું. જો કે, તેની હાજરી તમામ સહભાગીઓમાં મળી આવી છે.