- પંજાબ બાદ રાજસ્થાનનું રાજકરણ ગરમાયું
- સીએમ ગહેલોતના ઓએસડી એ આપ્યું રાજીનામુ
જયપુરઃ તાજેતરમાં પંજાબના સીએમ એ રાજીનામુ આપ્યા બાદ રાજકરણમાં ગરમાટો છવાયો છે ત્યારે હવે તેની અસર રાજ્સ્થાન પર પણ જોવા મળી રહી છે,પંજાબના રાજકારણમાં આવેલા હડકંપ બાદ રાજસ્થાનમાં પણ રાજીમાનાની એક હવા ફેલાયેલી હોય તેમ જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસ પાર્ટી પંજાબના મુખ્યમંત્રીના રાજીનામાથી પાર્ટી હજી બહાર આવી નથી ત્યા તો હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી લોકેશ શર્માએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે શનિવારે મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યે પોતાનું રાજીનામું સીએમ ગેહલોતને મોકલ્યું હતું.
તેમણે પોતાના રાજીનામાનું કારણ પોતે જ એક ટ્વિટ કરીને જણાવ્યું છે. ટ્વિટર પર, તેમણે લખ્યું છે કે ‘ મજબૂત ને મજબૂર અને મામૂલીને મગરુર કરવામાં આવે … વાડ જ ખેતરને ખાય,તો પાકને કોણે બચાવે’
આ ટ્વિટ દ્વારા ‘લોકેશ શર્માનું કહેવું કે તેમના ટ્વિટને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. તેને પંજાબની રાજનીતિ સાથે જોડવામાં આવી રહી છે, તે ખોટું છે. તેથી જ તે પોતાનું રાજીનામું આપી રહ્યા છે.
તેમણે પોતાના ટ્વિટમાં એમ પણ લખ્યું છે કે, તે વાત થી કોઈ જ અજાણ નથી કે રાજસ્થાન કોંગ્રેસમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. 2018 ની વિધાનસભાની ચૂંટણી બાદ સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનોતણાવ વધ્યો છે જે ઘણી વખત જાહેરમાં જોવા મળી ચૂક્યું છે.
લોકેશ શર્માએ પોતાના રાજીનામામાં લખ્યું છે કે હું 2010 થી ટ્વિટર પર સક્રિય છું. આજ સુધી પાર્ટી લાઈન સિવાય કોઈ આવા શબ્દો લખ્યા નથી જેને ખોટું કહી શકાય. મેં મારી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને કોઈ રાજકીય ટ્વિટ કર્યું નથી. તેમ છતાં, જો તમને લાગે કે મારા દ્વારા જાણીજોઈને કોઈ ભૂલ થઈ છે, તો હું મારું રાજીનામું મોકલી રહ્યો છું, નિર્ણય હવે તમારે કરવાનો રહે છે.