અભિનેતા સલમાન ખાનને ગન રાખવા માટે લાયસન્સ મળ્યું – પોતાની કાર અપગ્રેડ કરીને સુરક્ષાથી સજ્જ બનાવી
- અભિનેતા સલમાન ખાનને મળ્યું આર્મ્સ લાયસન્સ
- અભિનેતાએ પોતાની કાર પણ બૂલેટપ્રૂફુકાચ વાળી કરાવી
મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને થોડા વખત પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી આ ધમકી ભર્યો પત્ર તેમના પિતા સલીમખાનને મળ્યો હતો ત્યારથી સલમાન ખાનની સુરક્ષાને વધારવામાં આવી હતી ત્યારે હવે મુંબઈ પોલીસે અભિનેતાને એક ખાસ લાયસન્સ આપ્યું છે,તેનું નામ છે ફાયરઆર્મ્સ લાયસન્સ. ચાલો જાણીએ શું છે આ આર્મ્સ લાયસન્સ તેનાથી શું ફાયદો થાય છે.
આર્મ્સ લા.યસન્સ જે તે વ્યક્તિને હથિયાર રાખવાની પરવાનગી આપતુ એક સરકારી લાયસન્સ છે,જે હોવાથી વ્યક્તિ પોતાની સુરક્ષા માટે ગન રાખી શકે છે. સલમાન ખાનને મળેલી ધમકીના કારણે મુંબઈ પોલીસે હથિયાર રાખવાનું લાયસન્સ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન 22 જુલાઈના રોજ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળ્યા હતા અને પોતાના રક્ષણ અને બચાવના કારણ હથિયાર રાખવા મતાે કરી હતી આ સહીત, અભિનેતાએ તેની સુરક્ષામાં પણ ઘણા ફેરફાર કર્યા છે.માહિતી મળી આ સાથે જ હવે લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરશે, જે બુલેટપ્રુફ છે.હવે તેઓ ગન પણ રાખી શકશે.
અભિનેતાએ પોતાની કારને કરી અપગ્રેડ
આ સહીત જાણકારી મળી છે કે અભિનેતાને તેની કારમાં બખ્તરની સાથે બુલેટ પ્રુફ ચશ્મા પણ છે. આ લેન્ડ ક્રુઝરનું નવું વર્ઝન નથી, પરંતુ અભિનેતાએ પોતાની જૂની કારને નવા ફીચર્સ સાથે અપગ્રેડ કરી છે.હવે અભિનેતા વ્હાઈટ કલરની બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝરમાં મુસાફરી કરશે અને તેની સાથે સશસ્ત્ર સુરક્ષા ગાર્ડની ટીમ પણ હશે. આ પહેલા સલમાન ખાન લેન્ડ રોવરથી મુસાફરી કરતો હતો.