1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શંકર ચૌધરીએ ભાજપમાંથી રાજીમાનું આપ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી,
શંકર ચૌધરીએ ભાજપમાંથી રાજીમાનું આપ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી,

શંકર ચૌધરીએ ભાજપમાંથી રાજીમાનું આપ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી,

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્રના આજે પ્રથમ દિવસે ચૂંટાઈ આવેલા તમામ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લેવડાવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ માટે કાલે મંગળવારે ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. ત્યારે ભાજપ દ્વારા ધારાસભ્ય શંકર ચૌધરીને અધ્યક્ષ તરીકે અને જેઠાભાઈ આહિરને ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરી હતી. અધ્યક્ષપદની ઉમેદવારી નોંધાવતા પહેલા શંકર ચૌધરીએ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે  જઈને વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું.                   આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ,પ્રદેશ સંગઠન મંત્રીશ્રી રત્નાકરજી તેમજ પ્રદેશના મહામંત્રીઓ,પ્રદેશના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

શંકર ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીમાથી રાજીનામુ આપ્યા બાદ . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ પક્ષ-સરકારના અગ્રણીઓની હાજરીમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે  ઉમેદવારી નોંધાવી હતી. આવતી કાલ મંગળવારે અધ્યક્ષની ચૂંટણી યોજાશે. કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી ન હોવાથી શંકર ચૌધરી સર્વાનુંમતે અધ્યક્ષ તરીકે ચૂંટાશે.

રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.  ત્યારબાદ વિધાનસભા ગૃહમાં ચૂંટાયેલા સભ્યની શપથ વિધિ યોજાઈ હતી. આ શપથ વિધિમાં 182 સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. તમામ ધારાસભ્યે પોતાની આગવી શૈલીમાં ધારાસભ્યના શપથ ગ્રહણ કર્યા હતા. આવતીકાલે વિધાનસભા સત્ર મળશે. જેમાં પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષની અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. જ્યારે બીજી બેઠકમાં રાજ્યપાલ સંબોધન કરશે. આ ઉપરાંત બીજી બેઠકમાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક, 2022 પસાર કરાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code