1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં ગેંડા, ગાય, ચકલી અને ખિસકોલી બાદ હવે મગર સર્કલ બનાવાશે
વડોદરામાં ગેંડા, ગાય, ચકલી અને ખિસકોલી બાદ હવે મગર સર્કલ બનાવાશે

વડોદરામાં ગેંડા, ગાય, ચકલી અને ખિસકોલી બાદ હવે મગર સર્કલ બનાવાશે

0
Social Share
  • ભંગારમાંથી બનેલા 320 કિલોના મગરના સ્કલ્પચરનું હરણી પાર્કમાં આકર્ષણ,
  • વડોદરાના આર્ટીસ્ટોએ મ્યુનિના સહયોગથી બનાવ્યા વિવિધ સ્કલ્પચરો,
  • આર્ટીસ્ટોને ભંગારનું રો-મટિરિયલ મ્યુનિએ પુરૂ પાડ્યું

વડોદરાઃ શહેરના આર્ટીસ્ટો દ્વારા મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, ભંગારમાંથી વિવિધ સ્કલ્પચરો બનાવવામાં આવ્યા છે. આ સ્કલ્પચર શહેરના વિવિધ સર્કલો ઉપર મૂકવામાં આવ્યા છે. જેમાં ગેંડા, ગાય ચકલી, ખિસકોલી બાદ હવે મગર સર્કલ બનાવાશે.  શહેરના આર્ટીસ્ટો દ્વારા ઓટો પાર્ટસમાંથી તૈયાર કરવામાં આવેલ 13 ફૂટ લાંબા મગરનું સ્કલ્પચર હાલ હરણી સ્કલ્પચર પાર્કમાં આકર્ષણ જમાવી રહ્યું છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદી એ મગરોનું ઘર ગણાય છે. શહેરના નદી અને તળાવોમાં મગરોની વસતીમાં વધારો થયો છે. મગરો હવે રોડ પર આવીને લોકોના ઘરોમાં પણ ઘૂંસી જવાના બનાવો બની રહ્યા છે. એટલે વડોદરા શહેર મગરોની ઓળખસમુ બની ગયું છે. ત્યારે વડોદરાના આર્ટીસ્ટોએ મગરનું સ્કલ્પચર બનાવ્યુ છે. આ અંગે  આર્ટીસ્ટ અજય સોમાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઘોડો,  મ્યુનિ. કોર્પોરેશનનો સિમ્બોલ વડનું ઝાડ, બેડ મિન્ટન જેવા વિવિધ સ્કલ્પચર બનાવ્યા છે. ત્યારે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ હોઇ, મગરનું સ્કલ્પચર બનાવવાનો આઇડિયા આવ્યો હતો. આ આઇડિયા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી સમક્ષ રજૂ કર્યો હતો. તેઓને આઇડિયા પસંદ પડતા મંજૂરી આપી હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જ ઓટો પાર્ટસનુ રો-મટિરિયલ આપવામાં આવ્યું છે.

આર્ટીસ્ટોના કહેવા મુજબ  મગરનું સ્કલ્પચર બનાવવામાં બે માસ જેટલો સમય લાગ્યો છે. મગરની લંબાઇ 13 ફૂટ અને પહોળાઈ 3 ફૂટ છે. જેનું વજન 280થી 320 કિલો છે. હાલ સ્કલ્પચર વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હરણી ખાતે એક લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવેલા સ્કલ્પચર પાર્કમાં મૂકવામાં આવ્યું છે. આ પાર્કમાં 50 જેટલા સ્કલ્પચર છે, જેમાં મગરનું સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે. આ મગરનું સ્કલ્પચર શહેરના ચાર રસ્તા ઉપર સર્કલ બનાવીને મૂકવામાં આવે તે માટે મ્યુનિ.ને વિનંતી કરી છે. અમને વિશ્વાસ છે કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મગરનું સ્કલ્પચર ચાર રસ્તા ઉપર મૂકવામાં આવશે. આ મગરનું સ્કલ્પચર આર્ટીસ્ટ પિંકલ માછી અને કૃણાલ રાજારામ પણ છે. મગરનું સ્કલ્પચર બનાવવામાં 8 હજાર જેટલા નાના મોટા ભંગાર ઓટો પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અંદાજે 400 ઉપરાંત મગરો વસવાટ કરે છે. વિશ્વામિત્રી નદીમાં પૂર આવે ત્યારે મગરો કિનારાના વિસ્તારોમાં આવી પહોંચે છે. તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના પાણી ઓસરી ગયા બાદ મગરો માનવ વસાહતમાં આવી પહોંચ્યા હતા. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતના સમયગાળા દરમિયાન 25 ઉપરાંત મગરો નદી કિનારાના વિસ્તારોમાં આવી પહોંચ્યા હતા. વન વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા મગરોનું રેસ્ક્યૂ કરી પુનઃ નદીમાં છોડી દેવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code