Site icon Revoi.in

દિલ્હીની સ્કુલ બાદ પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની મળી ધમકી, બોમ્બ સ્કોર્ડ ઘટના સ્થળે હાજર

Social Share

દિલ્હીઃ- આજરોજ રાજધાની દિલ્હી ખાતે એક સ્કુલમાં બોમ્હબ હોવાની સૂચના મળી હતી ત્યારે એજ બિહારના પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જોયો હતો, આ ધમકી મશતાની સાથએ જ ઘટના સ્થળે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

પટના એરપોર્ટ પર બોમ્બની ધમકી મળ્યા બાદ એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. હાલ સમગ્ર એરપોર્ટ પર સુરક્ષા વધારવાની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તપાસમાં લાગેલી જોવા મળી છે.

પટના એરપોર્ટ પર હાજર લોકો શરૂઆતમાં તેને મોક ડ્રીલ માની રહ્યા હતા. જોકે, એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું કે પટના એરપોર્ટ પર બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. માહિતીના આધારે, એરપોર્ટ બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીને કોલ બિન-વિશિષ્ટ હોવાનું જણાયું હતું. જો કે ડિસ્પોઝલ સ્ક્વોડને હાલમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. આવી સ્થિતિમાં, ફ્લાઇટ્સ પણ તેમના નિર્ધારિત સમયથી અહીં ઉડાન ભરી રહી છે.

આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ પછી સુરક્ષાકર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો. તે જ સમયે, પોલીસ ફોન કરીને ધમકી આપનાર વ્યક્તિ વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે.આ વાતની જિલ્લા પોલીસે પણ પુષ્ટિ કરી છે.