SC ના નિર્ણય બાદ ગૃહમંત્રી શાહે કહ્યું – અંતરઆત્મા હોય તો આરોપ લાગવનારાઓ પીએમ તથા બીજેપી નેતાઓ પાસે માફી માંગવી જોઈએ
- પીએમ મોદી પર આરોપ લગાવનારાઓ એ માફીં માંગવી જોઈએ -શાહ
- પીએમ મોદીએ ન્યાયની લડત 18-19 વર્ષ લડી છે
દિલ્હી- ગુજરાતમાં 2002મા થયેલા રમખાણોને લઈને ગઈકાલે સુપ્રિમકોર્ટે જાકીયા જાફરીની અરજી ફગાવી હતી અને પ્રધાનમંત્રી મોદીને મળેલી ક્લિન ચીટ બરકરાર રાખઈ હતી, એસસી તરફથી ક્લીન ચીટ મળતાની સાથે આજરોજ ગૃહમંત્રી શાહ એ આરોપ લગાવનારાઓ પર સીઘુ નિશાન સાધ્યુ છે.
ગૃહ મંત્રી શાહે શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ બાબતે ઘણો લાંબો સમય લડત ચાલી છે,સત્ય સોનાની જેમ બહાર આવ્યું છે”. વધુમાં કહ્યું કે ખોટા આરોપના કારણે પીએમ મોદીએ 19 વર્ષથીપીડા સહન કરતા અમે જોયા છે.
આ સાથે જ વધુમાં ગૃહમંત્રી શાહે આરોપ લગાવનારાઓ પર કટાક્ષ પણ કર્યો છે એન કહ્યું 18-19 વર્ષની લડાઈ, દેશના આટલા મોટા નેતા, એક પણ શબ્દ બોલ્યા વિના, ભગવાન શંકરના ઝેરની જેમ ગળામાં લઈને તમામ દુ:ખો સામે લડતા રહ્યા.મેં પોચે તેઓને આનો સામનો કરતા નિહાળ્યા છે.. આ દર્દ નજીકથી જોયું છે.” કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી, બધું સાચું હોવા છતાં, અમે કંઈ જ કહી શક્યા નથી.જે માણસ મજબૂત હોય તેજ આ કરી શકે
રમખાણોમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લાગેલા આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવતા અમિત શાહે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. તમે કહી શકો કે આ નિર્ણય સાબિત કરી બતાવ્યું છે કે અમારા પર લાગેલા તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.”
અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, “જે લોકોએ મોદીજી પર આરોપો લગાવ્યા હતા, જો તેમની અંતરઆત્મા હોય તો તેમણે મોદીજી અને ભાજપના નેતાની માફી માંગવી જોઈએ.” તેમણે કહ્યું હતું કે “મોદીજીની પણ પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તે પછી કોઈએ ધરણાં કર્યા ન હતા અને અમે કાયદાને સહકાર આપ્યો હતો અમે કોી આ પ્રકારના ઘરણા કર્યા નહતા.
ગુજરાતના રમખાણોમાં સેના નહીં બોલાવવાના સવાલ પર પણ અમિત શાહે જણાવ્યું હતું અને ક જ્યાં સુધી ગુજરાત સરકારનો સવાલ છે, અમે મોડું કર્યું નથી, જે દિવસે ગુજરાત બંધનું એલાન થયું હતું, અમે સેના બોલાવી જ હતી. એક પણ દિવસ, સરકારે વિલંબ કર્યો નહોતો અને કોર્ટે પણ તેને પ્રોત્સાહન આપ્યું.