શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ આર્થિક મુશ્કેલી ઉભી થઈ, ઈંઘણ પછી વીજ દરમાં વધારાની વિચારણા
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે હવે વધુ એક પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ ઈંધણના બાવમાં વધારા બાદ હવે વીજળીના દરમાં વધારો કરવાની સરકાર વિચારણા ચાલી રહી છે. ઈંઘણના ભાવમાં બાંગ્લાદેશમાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવતા જનતા રસ્તા ઉપર ઉતરી આવી હતી અને પોલીસ વાહનની તોડપોડ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં 117 ટકાના વધારા બાદ હવે વીજળીના દરોમાં 117 ટકાના વધારાનો પ્રસ્તાવ મુકાયો છે. બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે બાંગ્લાદેશ એનરજી રેગ્યુલેટરી કમિશન સમક્ષ આ પ્રસ્તાવ મુકયો છે. તેની સામે કમિશન 58 ટકાના વધારા પર વિચારણા કરી રહ્યુ છે. જોકે હજી તેના પર નિર્ણય લેવાયો નથી અને નિયમ પ્રમાણે 90 દિવસની અંદર નિર્ણય લેવાનો હોય છે. આ સંજોગોમાં 18 ઓગસ્ટ સુધીમાં નવા ભાવ વધારા પર નિર્ણય લેવામાં આવશે.
બાંગ્લાદેશમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ વધારો થઈ ચુકયો છે. જેમાં ઘરેલુ વપરાશકારો માટે નેચરલ ગેસની ડબલ બર્નર કેટેગરીમાં 105 ટકે અને સિંગર બર્નર કેટેગરીમાં 65 ટકેનો વધારો થયો હતો. બાંગ્લાદેમાં યુરિયાના ભાવ પણ વધી ચુકયા છે અને તેના કારણે તમામ વસ્તુઓના ભાવમાં વધારો થવાની દહેશત છે. બાંગ્લાદેશમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થતા પ્રજામાં નારાજગી ફેલાઈ છે. બાંગ્લાદેશ સરકાર આર્થિક મદદ માટે દુનિયાના વિવિધ દેશો તરફ નજર દોડાવી રહ્યું છે.