Site icon Revoi.in

તમિલનાડુ બાદ હવે કર્ણાટકમાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો કહેર – એક સાથે 12 કેસ નોંઘાયા

Social Share

બેંગલોરઃ-સમગ્ર દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે તમિલનાડુમાં એક સાથે 33 કેસ આવવાની ઘટના બાદ કર્ણાટકમાં પણ એક સાથે ઓમિક્રોનના 12 કેસ નોઁધાતા ચિંતા વધી છે.

આ સમગ્ર બાબતે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડૉ કે સુધાકરે આ જાણકારી આપી હતી. “કર્ણાટકમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 12 નવા કેસની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં આ વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા હવે આ સાથે જ વધીને 31 થઈ ગઈ છે,”

આ સાથે જ  તેમણે કહ્યું હતું કે આ પહેલા દક્ષિણના અન્ય રાજ્ય તમિલનાડુમાં એક સાથે 33 નવા કેસ આવવાને કારણે ખળભળાટ મચી ગયો હતો. કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ કે સુધાકરે ટ્વિટ કર્યું છે  કે કર્ણાટકમાં આજે બેંગલુરુ અને મેંગલુરુમાં ઓમિક્રોન કેસ મળી આવ્યા છે.

તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ સુબ્રમણ્યમે ગુરુવારે જણાવ્યું હતું કે તમિલનાડુમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા 33 થી વધીને 34 થઈ ગઈ છે. રાજ્યમાં આવો પહેલો કેસ 15 ડિસેમ્બરે જોવા મળ્યો હતો.