Site icon Revoi.in

ટેનિસ સ્ટાર્સ સાનિયા મિર્ઝા વિમેન્સ પ્રીમિયર લીગમાં જોડાઈ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે બનાવી મેન્ટર

Social Share

દિલ્હીઃ- સાનિયા મિર્ઝા નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી ટેનિસમાં પોતાનું કેરિયર બનાવી શાનદાર રમત રમ્યા બાદ તેણે થોડા સમય પહેલા જ રાજીનામુ લીધુ હચું જો કે હવે સાનિયા મિર્ઝાની ક્રિકેટ બાદની બીજી ઈનિંગની શરુઆત થી ચૂકી છએ સાનિયા હવે ક્રિકેટમાં પરાક્રમ કરતી જોવા મળશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં ભાગ લઈ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે સાનિયા મિર્ઝાને પોતાની ટીમની મેન્ટર બનાવી છે. સાનિયા મિર્ઝાનું આ પગલું મહિલા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે.

સાનિયા મિર્ઝાની મેન્ટર તરીકે નિમણૂક પર માહિતી આપતા હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કહ્યું  કે, “અમે સાનિયા મિર્ઝાનું RCB મહિલા ટીમના મેન્ટર તરીકે સ્વાગત કરતાં આનંદિત અને સન્માનિત છીએ. 

 આમ તો ટેનિસ સ્ટાર નિયાને ક્રિકેટ તો ખૂબ  પસંદ છે અને તે ઘણીવાર ક્રિકેટના મેદાને પણ નજરે પડી  છે.  પતિ શોએબ મલિક પણ એક મહાન ક્રિકેટર છે અને તેને આ રમત ખૂબ જ પસંદ છે.ત્યારે હવે ટેનિસ બાદ સાનિયા ક્રિકેટમાં પણ બાજી મારશે.આ સાથે જ સાનિયા સારી ટેનિસ સ્ટાર રહી ચૂકી છે ભારતીય મહિલા ટેનિસ સ્ટારે તેની કારકિર્દીમાં 6 વખત ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે અને તેણે ડબલ્સમાં નંબર 1 રેન્કિંગ પણ હાંસલ કર્યું છે. મહિલા સિંગલ્સમાં તેનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 27 છે