અમદાવાદ રાત્રે દંપત્તીને પોલીસે લૂંટી લેતા હાઈકોર્ટે સુઓમોટા દાખલ કરી કમિશનર પાસે માંગ્યો જવાબ
અમદાવાદઃ શહેરમાં રક્ષક જ ભક્ષક બની રહ્યોનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. શહેરમાં રાત્રે એરપોર્ટથી ટેક્સીમાં બેસીને પોતાના ઘેર જઈ રહેલા દંપત્તીને કાર ચેકિંગના બહાને ઊબી રખાવીને ધમકી આપીને બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ટીબીઆર જવાને ભાગા મળીને રૂપિયા 60,000 લૂંટી લીધા હતા. આ બનાવની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણેય પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને આ બનાવ અંગે પોલીસ કમિશનર પાસે જવાબ માંગ્યો છે.
અમદાવાદ શહેરમાં રાત્રી ચેકિંગ દરમિયાન પોલીસકર્મીઓએ એક દંપતી પાસેથી પૈસા પડાવ્યા હોવાનો બનાવ બન્યો હતો. દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. કહીં ગુનો ન નોંધવા બે લાખની માંગણી કરી હતી. અંતે 60 હજાર આપવાનું નક્કી થતા પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયા હતા. અને દંપતીમાંથી યુવકને પોલીસની ગાડીમાં બેસાડી ATMમાંથી પૈસા ઉપડાવ્યા અને તે પૈસા પડાવી લીધા હતા. આ કેસમાં સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્રણેય પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ગુજરાતહાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનારા પોલીસ જવાનો સામે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ છે. આ અંગે હાઇકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરને આંકડા સાથે રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે. કેટલા પોલીસ કર્મીઓ આ ગુનામાં જોડાયેલા છે. તેની તમામ વિગત આપવા અમદાવાદ પોલીસ કમિશનરને કોર્ટે નિર્દેશ કર્યો છે. આ અંગે આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી થશે.
આ બનાવની વિગતો એવી હતી કે, અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા મિલન કેલા, તેમની પત્ની અને એક વર્ષના બાળકને લઈને 25 ઓગસ્ટની રાતે અમદાવાદ એરપોર્ટથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ઉબેર ટેક્સીમાં ત્રણેય જતા હતા ત્યારે એસ.પી. રીંગ રોડ ઓગણજ ટોલ ટેક્સ સર્કલ તરફ જવાના રસ્તે એક પોલીસની ગાડી ઉભી હતી. જેની પાસે બે વ્યક્તિ ખાખી વર્ધીમાં અને એક વ્યક્તિ સિવિલ ડ્રેસમાં ઉભો હતો. સિવિલ ડ્રેસવાળા વ્યક્તિએ ગાડી ઉભી રખાવી અને મિલનભાઈને પૂછ્યું હતું કે, તમે આ સમયે ક્યાંથી આવો છો, તમને ખબર નથી પડતી અત્યારે ડ્રાઈવ ચાલે છે તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. તમારા વિરૂદ્ધ ફરિયાદ કરવાની છે. પોલીસકર્મીએ ધમકી આપી હતી કે, તમે પૈસા નહીં આપો તો તમને જેલમાં પૂરી દઈશું અને તમને ત્રણ વર્ષની સજા થશે. પોલીસ દંપત્તી પાસેથી 60 હજાર પડાવ્યા હતા. આ અંગે બીજા દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાતા સોલા પોલીસે ગુનો નોંધીને ત્રણેય પોલીસ કર્મીઓની ધરપકડ કરી હતી.