દિલ્હીઃ- બે દિવસ અગાઉ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની ઘરપકડ કરવામાં આવી હતી, સમર્થકો તેમની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીએ સોમવારે રાજ્યભરમાં બંધનું પણ એલાન આપ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રીની ધરપકડની નિંદા કરતા જનસેના પાર્ટી ના પવન કલ્યાણે પણ બંધને સમર્થન આપ્યું છે. પૂર્વ સીએમની ધરપકડના એક દિવસ બાદ એટલે કે રવિવારે આંધ્ર પ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારના કેસમાં તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આ સહીત પૂર્વ સીએમની ધરપકડના વિરોધમાં પ્રદર્શન શરૂ ધરપકડ અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના વિરોધમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પાર્ટીના ઝંડા લઈને રસ્તાઓ પર લોકોનું પ્રદર્શન હાલ પણ ચાલુ છે.
આ પૂર્વ મુખ્યમંત્રીના સમર્થકો ટાયર સળગાવતા અને રસ્તાઓ પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. તેઓ બસોની આગળ બેસીને ટ્રાફિકને પણ ખોરવી રહ્યા છે. જો કે આ દરમિયાન પોલીસ પણ સમર્થકોને રસ્તા પરથી હટાવવામાં વ્યસ્ત છે.
ટીડીપી આંધ્રપ્રદેશના પ્રમુખ કે અચન્નાયડુએ પાર્ટી કેડર, લોકો અને સમર્થકોને આંદોલનમાં ભાગ લેવા અને તેને સફળ બનાવવા વિનંતી કરી છે. જેએસપીના પવન કલ્યાણે પણ કાર્યકરોને શાંતિપૂર્ણ રીતે બંધમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે સત્તાધારી YSR પાર્ટી પર રાજ્યમાં અન્ય વિપક્ષી પાર્ટીઓને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.
ચંદ્રાબાબુ નાયડુને 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ તેમને રાજમુન્દ્રી સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. તેના રિમાન્ડ પહેલા જેલમાં ભારે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તેના વિરોધમાં ટીડીપી કાર્યકર્તાઓ વિજયવાડા કોર્ટના પરિસરમાં એકઠા થયા હતા. આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે, રાજમુન્દ્રી પોલીસે કલમ 144 લાગુ કરી હતી.